• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

વીજ વપરાશ-સલામતી અંગે સંદેશ અપાયો

ભુજ, તા. 15 : અહીંની પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી દ્વારા `ઊર્જા સપ્તાહ' કાર્યક્રમ અંતર્ગત વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની રેલીનું આયોજન ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર તપન એન. વોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર વિસ્તારમાં યોજાઈ હતી. જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. સામાન્ય જનતામાં વીજળીની સલામતી, ઊર્જા સંરક્ષણ અને `ઊર્જા સપ્તાહ'ની સંપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું. રેલી દ્વારા નાગરિકોને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને ઊર્જા બચાવવા માટેનો મહત્ત્વપૂર્ણ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. રેલીનું મુખ્ય ધ્યાન વીજ અકસ્માતો ટાળવા માટેની સાવચેતીઓ પર હતું. જેમ કે, લાઈવ વાયરોને ન અડકવું. ખામીયુક્ત ઉપકરણોનો ઉપયોગ ન કરવો અને યોગ્ય વાયરિંગ જાળવવું તેની સમજ અપાઈ હતી. શહેરના વિસ્તારમાં વીજળીની સલામતી અંગે સામુદાયિક જાગૃતિ ફેલાવવામાં સફળ રહી અને ઊર્જા સપ્તાહનું સાર્થક સમાપન કરાયું હતું.

Panchang

dd