• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

નલિયામાં ગુરુ દત્ત જયંતીની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

નલિયા, તા. 15 : ગુરુ દત્ત જયંતીની નલિયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અબડાસા તાલુકાના દશનામ ગોસ્વામી સમાજના ભાઇઓએ મોટી સંખ્યામાં હાજર રહી કલ્યાણેશ્વર મહાદેવથી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા કાઢી હતી, એ બાદ સામાન્ય સભા અને સ્નેહમિલન યોજાયા હતા. સમાજ વિકાસના મુદ્દાઓ શિક્ષણ, આરોગ્ય અંગે ચર્ચા કરવા સાથે આગામી સમયમાં સમૂહલગ્ન યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અબડાસા તાલુકા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અશોકપુરી, મહામંત્રી નારણગિરિ, મંત્રી સુનીલગિરિ, ટ્રસ્ટી પ્રવીણગિરિ, રમેશગિરિ, મહેશગિરિ, જિતેન્દ્રગિરિ, ભીમગિરિ, ખીમગિરિ, કિશોરગિરિ, ગવરીગિરિ, રમેશગિરિ, નિર્મળગિરિ, અરવિંદગિરિ, નલિયા દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ તુલસીગિરિ, અભયગિરિ, શંકરગિરિ, વિજયગિરિ, મુકેશગિરિ, હીરાગિરિ મિતેષગિરિ, મોહનપુરી, પ્રવીણગિરિ, દીપકગિરિ વગેરે હાજર રહ્યા હતા. મહિલા મંડળ દ્વારા રાસ ગરબા યોજાયા હતા. ગુરુદત્ત સમિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંચાલન હિરેનગિરિ ગોસ્વામીએ આભારવિધિ મહેશગિરિએ કરી હતી.

Panchang

dd