• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

માવજી મહેશ્વરીના નિબંધોને ત્રિપદા ફાઉન્ડેશનનો એવોર્ડ

ભુજ, તા. 15 : પીલવાઈ તા. વિજાપુરની સંસ્થા ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્ય સભા દર વર્ષે જુદા-જુદા સાહિત્ય સ્વરૂપોમાં પ્રગટ થયેલા પુસ્તકોમાંથી ત્રણ શ્રેષ્ઠ પુસ્તકોને ઈનામ જાહેર કરે છે. તાજેતરમાં 2024માં પ્રગટ થયેલા કવિતા, ટૂંકીવાર્તા, નવલકથા, નિબંધ અને બાળસાહિત્યના પુસ્તકારો જાહેર કર્યા છે, જેમાં કચ્છના ગુજરાતી સાહિત્યકાર માવજી મહેશ્વરીના નિબંધોના પુસ્તક `ઝાલરટાણું'ને બીજું ઈનામ જાહેર કરાયું છે. આ પુરસ્કારમાં પહેલું ઈનામ રૂપિયા 11,000, બીજું ઈનામ રૂપિયા 7000 અને ત્રીજું ઈનામ રૂપિયા 5000નું હોય છે. ઉપરાંત શાલ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવે છે. નિબંધ વિભાગના નિર્ણાયક તરીકે ભગીરથ બ્રહ્મભટ્ટે સેવા આપી હતી. 2026ના જાન્યુઆરીની 11 તારીખે પીલવાઈ ખાતે સંસ્થાના હોદ્દેદારો અને ગણમાન્ય સાહિત્યકારોની હાજરીમાં વિજેતા સર્જકોને એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે, તેવું અસાઈત સાહિત્ય સભા વતી વિનાયક રાવલ અને યશોધર રાવલની યાદીમાં જણાવાયું છે.

Panchang

dd