• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

મોટી ઉનડોઠમાં જિનાલયનો પ્રતિષ્ઠા મહોત્સવ

માંડવી, તા. 6 : તાલુકાનાં મોટી ઉનડોઠમાં વાસુપૂજ્ય સ્વામી, ધર્મનાથ સ્વામી જિનાલયમાં બિરાજમાન હતા. તે જિનાલય ભૂકંપ વખતે ક્ષતિગ્રસ્ત થતાં મહાજન સંગેમરમરનું શિખરબંધ દેરાસર નિર્માણ કરવાનું નક્કી કરાયું હતું. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. અને પ્રશમરસનિધિ, મહોદયસાગરસૂરિશ્વરજી મ.સા.ની આજ્ઞા આશીર્વાદ લઇ જિનાલયનાં ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ચલ પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠા ચડાવાઓ લેવામાં આવ્યા હતા. વર્ષોથી મીટ માંડી રાહ જોઇ રહ્યા હતા એવો પ્રભુ પ્રતિષ્ઠાનો અમુલ અવસર મોટી ઉનડોઠ નજરે ઊજવાઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. શ્રદ્ધાના ભાવ સાથે વિશાળ સંખ્યામાં જૈન ભાઇ-બહેનો આ મહોત્સવ મનાવવા આવ્યા છે. નરેન્દ્રભાઇ નંદુને સાથી મિત્રોના મંત્રોચ્ચાર ને જયઘોષ અનોખું ધાર્મિક વાતાવરણ સર્જી રહ્યા છે. અહીં રાજમહલ સમાન ચંપાપુરી નગરી, ભરત ચક્રવતી વિશાળ ભોજન ખંડ, સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા તથા દરરોજ પ્રવચનોનો લ્હાવો લોકો લઇ રહ્યા છે. રાત્રે ભાવના અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મોટી ઉનડોઠ જૈન મહાજનના કમિટિ ટ્રસ્ટી ટોકરશીભાઇ ગાલા, પ્રવીણભાઇ ખીમસરિયા, જગદીશ નાગડા, અમરચંદ ગડા, કાંતિલાલ ખીમસરિયા, હેમંતભાઇ દેઢિયા, કિરીટ દેઢિયા, વસંત ગાલા તેમજ મહાજનના પ્રમુખ હેમંતભાઇ દેઢિયા, ઉપપ્રમુખ કિરીટભાઇ દેઢિયા, જયંતીભાઇ ગાલા, નરેન્દ્રભાઇ ગાલા સહિત કારોબારી ને મહાજનના ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ મહોત્સવ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે સહિતના અગ્રણી હાજરી આપશે તેવું પ્રમુખ હેમંતભાઇ દેઢિયાએ માહિતી આપતાં જણાવ્યું છે.

Panchang

dd