• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સશત્ર સેના ધ્વજદિને બિદડાની શાળા દ્વારા 2.71 લાખનું દાન

ભુજ, તા. 6 : સરહદનું રખોપું કરતા જવાનો તથા શહીદોના નિરાધાર પરિવારોની યોગ્ય કદર કરવા અને તેઓની સાથે એકાત્મતા સાધવા પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારોના કલ્યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા `સશત્ર સેના ધ્વજદિન' દર વર્ષે 7 ડિસેમ્બરે ઊજવવામાં આવે છે. સશત્ર સેના ધ્વજદિન દિવસ ઉપલક્ષમાં કચ્છ જિલ્લા કલેક્ટર અને પ્રમુખ-સૈનિક કલ્યાણ આનંદ પટેલ, અધિક નિવાસી કલેક્ટર ડી.પી. ચૌહાણ અને હિરેન એન. લિંબાચિયા, મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા આ ઉમદા કાર્યમાં સહભાગી થવા અને યથાયોગ્ય સહયોગ આપવા માટે અપીલ કરાઈ હતી. આ ફાળો રોકડમાં અથવા ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટથી Collector & President Armed Forces Flag Day Fund Bhujના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, 114, બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-2, ભુજમાં જમા કરાવવા જણાવાયું છે. કચ્છ યુવક સંઘ સંચાલિત બી.બી.એમ. હાઈસ્કૂલ-બિદડા તરફથી સશત્ર સેના ધ્વજદિન નિમિત્તે રૂા. 2,71,000નું દાન મળેલું છે. જે માટે અધિક નિવાસી કલેક્ટર અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, ભુજ દ્વારા આચાર્ય રાજેશભાઈ સોરઠિયાનો આભાર વ્યક્ત કરાયો હતો.

Panchang

dd