ગાંધીધામ, તા. 6 : અહીંની
પ્રતિભાશાળી ત્રણ વિદ્યાર્થિની દ્વારા પ્રભુદર્શન હોલ ખાતે તૃતીયાંગમ નામના
આરંગેત્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકૃતિની રજૂઆતને દર્શકોએ
બિરદાવી હતી. અંજલિ નૃત્ય ધરાની અધ્યક્ષતામાં નીતા વીઘાણીનાં માર્ગદર્શન હેઠળ
સંધ્યા કલિતા, એસ. તૃપ્તિ ભટ્ટ અને વૈભવી ખાનોરે ભાવ, લય, તાલ સાથે ભરતનાટયમની આકર્ષક કૃતિ રજૂ કરી હતી. જાણીતા કલાકાર સુમા મોહને
આશીર્વાદ પાઠવ્યા હતા. વેલસ્પન વિદ્યામંદિરના આચાર્ય કવિતા ટંડન, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવીએ કલાકારોને બિરદાવ્યા હતા.
વિધારકા શ્રીનિવાસને મૃદંગમે ગીતોની પ્રસ્તુતિ કરી હતી, જેમાં
વાદ્યો પર દિનેશકુમાર, પ્રાર્થના મહીસુરી, ફેનિલકુમાર, સોનિયા વગેરેએ સંગીત આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન મનીષ ગાલાએ કર્યું હતું અને આભારવિધિ નીતાબેને કરી હતી.