• ગુરુવાર, 01 મે, 2025

નેટ-જીસેટમાં ઉત્તીર્ણ 88 છાત્રનું અભિવાદન

ભુજ, તા. 17 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કેરિયર કાઉન્સાલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલ તથા આઈક્યુએસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત મેળવવા માટેની મહત્ત્વની રાષ્ટ્રીય સ્તરની નેટ-જેઆરએફ અને રાજ્યકક્ષાની જીસેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જુદા-જુદા વિષયના 88 જેટલા વિદ્યાર્થીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો. પંકજ ઠાકર, ડો. કાશ્મીરા મહેતા, ડો. તેજલ શેઠ, સીસીડીસીના સભ્યો તેમજ પ્રાધ્યાપકો  ઉપસ્થિત રહ્યા હતા. ડો. કાશ્મીરા મહેતાએ પ્રાસ્તાવિકમાં સૌ વિદ્યાર્થીઓને જીવન તથા કારકિર્દીની કપરી પરિસ્થિતિમાં કદી હાર ન માનવા જણાવ્યું હતું. મુખ્ય અતિથિ પુષ્પદાન ગઢવીએ સફળ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવાર અને પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તબક્કે કચ્છની ગૌરવવંતી પરંપરાનો ઉલ્લેખ કરતાં વ્રજભાષા પાઠશાળાનું રાષ્ટ્રીય ગૌરવ વાગોળતાં કચ્છ યુનિવર્સિટી પણ તેવી જ ગરિમા પ્રાપ્ત કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષીય ઉદ્બોધન અંતર્ગત સફળ યુવાઓને બિરદાવતાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે જણાવ્યું કે, કચ્છના યુવાનોમાં ખૂબ જ પોટેન્શિયલ રહેલું છે. સફળતા મેળવનારા પ્રતિભાગીઓને વિદ્યાઋણ અદા કરવા યુનિવર્સિટી દ્વારા સ્થાપિત એક્સટેન્શન સેન્ટરમાં સેવા પ્રદાન કરી આજુબાજુનાં ગામડાંના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ દોરી જવા હાકલ કરી હતી. ઉપરાંત સમયની માંગ અને નવી શિક્ષણનીતિ પ્રમાણે અભ્યાસક્રમમાં અપેક્ષિત સકારાત્મક પરિવર્તનોમાં સક્રિય ભાગ લેવા આહ્વાન કર્યું હતું. અભિવાદન સમારોહમાં રાષ્ટ્રીય યૂથ ફેસ્ટિવલમાં ઇન્સ્ટોલેશનની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઝાલા સાથે તેમની કોલેજના ટીમ સદસ્યો સોની સાનિયા, ઝાલા કૃષિતાબા, દરજી દર્શન, ગોસ્વામી જયગરનું  અભિવાદન કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા અજય રાઠોડે સંભાળી હતી. સંચાલન શ્રુતિ બારમેડાએ કર્યું હતું. - નેટ-જીસેટ પરીક્ષામાં ઝળકેલા છાત્રોગરવા તુલશી કાંતિભાઈ, પૂર્વી રામભાઇ ગઢવી, ડાંગર રાધા રણછોડભાઇ, ગરવા વિજય નાનજી, પઠાણ નસીમબાનુ મુરાદ મોહમ્મદ, સૌમ્યા અધિકારી, સહદેવ ગરવા, પૂજા રજનીકાંત ગોર, ચાડ વંદનાબેન વાલજી, પ્રિયાંશી નિલેશ ભાવસાર, ધેડા અપેક્ષા મહેશભાઈ, ઉત્સવ માલાણી, ધ્રુહી ગોર, સીજુ હિતેશ રાવજીભાઈ, નરેન્દ્રાસિંહ જાડેજા, ગોહિલ શૈલજા પરેશભાઈ, વાઘેલા રંજન જેઠાભાઈ, ચાર્મી ઠક્કર, ફેમીદાબાનુ ખત્રી અને કૃતિ રાજેશ ઠક્કર, મિત્રી વિપુલકુમાર કીર્તિભાઈ, ખુશાલી અંકિતભાઈ અંજારિયા, મીરા મહેન્દ્રભાઈ નાકરાણી, સોલંકી મહિમા વૃજલાલભાઈ, ધારા રવજીભાઈ બારમેડા, ઝાલા યોગેશ કાંતિભાઈ, રીતુ લાલચંદ ગૌર, મોઢ પ્રિયંકાબેન ભાવેશભાઈ, સોલંકી વૈશાલીબેન નીતિનકુમાર અને તિતિક્ષા ઠક્કર, બારમેડા શ્રુતિ હસમુખભાઈ, ગોસ્વામી શ્રુતિ શિવપુરી, મેઘવલ નીતિન બુધિયા, પાયણ જિજ્ઞેશ હીરાલાલ, દાવડા તન્વીબેન જમનાદાસ, ઠક્કર કાજલબેન હરેશકુમાર, સોમૈયા જિંકલ જગદીશભાઈ, હિતેન્દ્રાસિંહ ચાવડા, જેઠવા માનસી હરીશચંદ્રાસિંહ, મહેશ્વરી રાહુલકુમાર શિવજી, હર્ષ જોષી, પ્રદીપકુમાર દયારામ બ્રહ્મક્ષત્રિય, ખુશ્બૂબા ચૌહાણ, ખત્રી ઝાયબા મહંમદકરીમભાઈ, ચાકી અલકીશા અબ્દુલ, કાજલબા જાડેજા, સમા શબાના રમજાન, દક્ષાબેન ગાંગજી મહેશ્વરી, પરમાર યુવરાજાસિંહ રાજેન્દ્રાસિંહ, ભટ્ટી કમલેશ તુલસીદાસ , પરમાર જાનકીબા રાજેન્દ્રાસિંહ, મહેશ્વરી વિશાલકુમાર મંજીભાઈ, સેંઘાણી જયશ્રી લાલજી, રાજગોર યશ નટવરલાલ, પ્રેમજિયાણી રૂત્વીબેન દિનેશભાઈહેતલ શંકરગિરિ ગોસ્વામી, ગુંસાઈ વિજ્ઞા પ્રકાશગરસુથાર કાજલબેન અરાવિંદભાઈ, ભાગ્યશ્રીબા વાઘેલા, મહિડા નિરાલીબા અજિતાસિંહ, દૃષ્ટિ કાંતિલાલ વાઘજિયાણી, લુહાર કાજલ, ગુસાઇ નિશા ઉમેશગર, સુરેશ વી. મહેશ્વરી, નિંજર નિધિ દામજીભાઈ, સોનેજી હેન્સી સુમનભાઈ, ખ્યાતિ રાઠોડ, બાબરિયા કૃપાલીશ્રેયસ પઢારિયા, ઠક્કર રિયા, કતિરા ફાલ્ગુની અને મેમણ નગમા સુલેમાન, નવીન પાયણ, વિશાલ ભોઈયા, ઠક્કર ખુશી હરેશભાઈ, ઋષિ સોનપાર, પઠાણ ઝેબાબાનુ મુરાદ મોહમ્મદ, રાઠોડ પ્રવીણ ધનજીભાઈ, પ્રિયા કૌર, કટ્ટા હેન્સી હિતેશભાઈ, ડોરુ રીના દિનેશભાઈ, સતીશ મહેશ્વરી, છાંગા મહેશ વાલજી, જાડેજા ભાવિનીબા શૈલેન્દ્રાસિંહ, કેરાસિયા નીતિન ગાવિંદભાઈ, મહેશ્વરી ગીતાબેન દામજી, ભૂમિ લીલેશભાઈ સુથાર, ઠાકર પ્રિયંકા કિરણકુમાર.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd