માંડવી, તા. 9 : વાર્તામેળો
ટીમ દ્વારા યોજાયેલી દસમી વાર્તા સ્પર્ધામાં અહીંની શાળાના શિક્ષકની વાર્તાને સન્માનિત
કરાઇ હતી. દર વર્ષે રાજ્યના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે દર્શા કિકાણી, રાજેશ કિકાણી તથા વાર્તામેળો ટીમ દ્વારા યોજાતી મૌલિક વાર્તા સ્પર્ધામાં છેલ્લાં
10 વર્ષમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ
10 હજાર વાર્તા લખી ચૂક્યા છે. દસમી વાર્તા સ્પર્ધામાં
પસંદગી પામેલી વાર્તાઓને અમદાવાદના એસએમએ હોલ ખાતે સન્માનિત કરાઇ હતી, તેમાં માંડવીની ડો. જયંત ખત્રી પ્રા. શાળાના શિક્ષક રમેશભાઇ જોશીની `ઇન્ટરવ્યૂ' વાર્તાને સન્માનિત કરાઇ હતી. કાર્યક્રમમાં
રમેશભાઇ તન્ના, હાઇકોર્ટના નિવૃત્ત જજ મૌનાબેન ભટ્ટ, પુલિનભાઇ વિ. ઉપસ્થિત રહ્યા હતા. વાર્તા સન્માનિત થયા બદલ પ. કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ
પ્રમુખ દીપેશભાઇ જોશી, તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ મુકેશભાઇ
જોશી, તાલુકા શિક્ષણ અધિકારી કમલેશભાઇ ખટારિયા, તા.પ્રા. શિક્ષક સંઘ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, મેહુલભાઇ
શાહ, આચાર્ય રિતેશભાઇ ગુંસાઇ, જિજ્ઞેશભાઇ
જોશી, મનુભા જાડેજા, કાસમભાઇ નોડે,
નારાયણભાઇ જોશી સહિત કલાપ્રેમી તથા સાહિત્યરસિકોએ રમેશભાઇને બિરદાવ્યા
હતા.