• મંગળવાર, 18 માર્ચ, 2025

સંસ્કાર સ્કૂલ ખાતે ભુજ તાલુકા માટે `ગો ગેમ્સ -2025' હેઠળ રમતોત્સવનું આયોજન

ભુજ, તા. 13 : સંસ્કાર સ્કૂલ-ભુજ દ્વારા બાળકો તેમજ યુવાઓમાં રમતગમત પ્રત્યેની રૂચિમાં વધારો કરવાના હેતુથી આગામી તા. 16 માર્ચ રવિવારે `ગો ગેમ્સ-2025'નું  આયોજન કરાયું છે. તમામ ઉત્સાહી ખેલાડીઓને અહીં આપેલા ક્યૂ આર કોડને સ્કેન કરી તમામ વિગતો મેળવી લેવી અને તેમાં આપેલું ફોર્મ ભરી તા. 14 માર્ચ સાંજે 5 વાગ્યા સુધી મોકલી આપવા માટે સંસ્કાર સ્કૂલની યાદીમાં જણાવાયું છે. વિજેતાઓ-ટીમને સન્માનિત કરાશે. આ રમતોત્સવ અંતર્ગત  બોક્સ ક્રિકેટ (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ, મિક્સ માટે), કબડ્ડી (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), ખો-ખો (14 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), વોલીબોલ (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), લેગ ક્રિકેટ (14 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), ભટ્ટા-ભટ્ટી (14 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), થ્રો બોલ (18 વર્ષ સુધીની ગર્લ્સ માટે), બેડમિન્ટન (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), ચેસ (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), ટેબલ ટેનિસ (18 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે), વાલી સાથે કેરમ (14 વર્ષ સુધીના બોયસ, ગર્લ્સ માટે) જેવી કુલ્લ અગિયાર રમતોનું યોજાશે. પ્રત્યેક ટીમ રમત માટે વિજેતા ટીમને રૂા. 1500 સાથે ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને રૂા. 1100 સાથે ટ્રોફી, જ્યારે વ્યક્તિગત રમતો માટે વિજેતાને રૂા. 500 સાથે ટ્રોફી  તેમજ ઉપવિજેતાને રૂા. 250 સાથે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd