ગાંધીધામ, તા. 1 : શિક્ષણ માત્ર અભ્યાસ સુધી નથી, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ અને સમાજ પ્રત્યેની
જવાબદારીનો આધાર છે તેવી ભાવના આદિપુરની ટીએમએસડી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના દીક્ષાંત
સમારોહમાં વ્યક્ત કરવામાં આવી હતી. કુલપતિ ડો મોહન પટેલે મહિલા કોલેજમાં દીકરીઓને નવા
આયામ તરફ લઈ જાય એવા ગુણ છે, નાટક થવું એ જીવનની શરૂઆત છે,
વિદ્યાર્થિનીઓ જીવનમાં આગળ વધીને પરિવાર અને સંસ્થાનું નામ ઉજળું કરે
તેવી શુભેચ્છા પાઠવી હતી અને શિક્ષણનો મૂળ હેતુ માત્ર પરીક્ષા પાસ કરવી કે પ્રમાણપત્ર
મેળવવાનું નથી, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ નૈતિક મૂલ્યોને સામાજિક
જવાબદારીનું સંવર્ધન કરવું એ પણ છે. શિક્ષક મહિલા માત્ર પોતાનું જીવન નહીં,
પરંતુ પરિવાર અને સમગ્ર સમાજના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવે છે તેમ જણાવ્યું
હતું. દીક્ષાંત સમારોહમાં સંસ્થાના પ્રમુખ કિરણભાઈ આહીર, ખજાનચી
હરેશભાઈ આહિર, ટ્રસ્ટી શામજીભાઈ ચૈયા, આચાર્ય
ડો. મેહુલ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં હિરલ જોષી, દિવ્યાની ખાંડેકા, દેવકી ડાંગરે પોતાના પ્રતિભાવો આપ્યા
હતા. આચાર્યએ કોલેજમાં થતી કામગીરીનો વિસ્તારથી પરિચય આપ્યો હતો. કોલેજમાં ચાલતા સીસીસી,
ટેલી પ્રાઇમ વિથ જીએસટી અને સ્પોકન ઈંગ્લિશ કોર્સ પૂર્ણ કરનારી વિદ્યાર્થિનીઓને
પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં રાધાભાઈ પટેલ, કોલેજના ડો. રાજેશ ગઢવી, પ્રો. જેન્સી પરમાર ઉપસ્થિત
રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. ભાવિકા ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું.