ગાંધીધામ, તા. 1 : ગાંધીધામમાં વારાણસીની સદગુરુ
સદાફલદેવ વિહંગામ યોગ સંસ્થાન અને ગાંધીધામ અગ્રવાલ સમાજ તત્ત્વાધાનમાં આગામી તા. 29/3/26ના વિશ્વ કલ્યાણ હેતુ 1008 કુંડી વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ
અને વિહગમ યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરની
બાજુમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે. આ યજ્ઞ સ્વર્વેદુ મહામંદિર
ધામ, ઉમરહા, વારાણસી વિશાલતમ
સાધના કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. આ મહાયજ્ઞ અને યોગ સમારોહને સફળ બનાવવા
માટે અગ્રવાલ સમાજની બેઠક મળી હતી, જેમાં આ કાર્યક્રમના મુખ્ય
આયોજક ધવલ આચાર્ય, સુરેશ ગુપ્તા અને સમીર ગર્ગની આગેવાની હેઠળ
આ યજ્ઞમાં જોડાયેલા તમામ સહયોગી અગ્રણી અને સમાજ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રણનીતિની
બનાવાઈ હતી તેમજ આ બેઠકમાં વારાણસીથી સંત કિશનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે
સંસ્થાઓ દ્વારા ગાંધીધામ અને કચ્છની જનતાને આ મહાયજ્ઞની આહુતિમાં યોગદાન આપવા અનુરોધ
કરવામાં આવ્યો હતો.