મુંદરા, તા. 17 : `કચ્છની
મહાનતા એ છે કે, વિશ્વમાં ગમે તે ખૂણે વસે, મુંબઈ હોય કે અમેરિકા પણ
પોતાના વિસ્તારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે એની ચિંતા રાખે. આ શાળા એનું શ્રેષ્ઠ
ઉદાહરણ છે, એમ મુંદરાની રાજપ્રકાશ સ્કૂલનું નવું સંચાલન
સંભાળી રહેલા અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા અહીંના મેટ્રિક ચેરિટેબલ
ટ્રસ્ટને શુભેચ્છા પાઠવતાં ધારાસભ્યે જણાવ્યું હતું. નવા સત્રથી હાઈસ્કૂલની શરૂ થઈ
રહેલી સુવિધાના સહિતના ઉદઘાટન પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ
જણાવ્યું હતું કે, શિક્ષણનો અહીં વ્યાપ વધે એવા હેતુથી અહીં
શરૂ થયેલી આ સ્કૂલમાં પ્રયાગરાજમાં નદીઓનો સંગમ થાય તેમ મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટનો
સંગમ થયો છે. આ સાથે તેમણે માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂક્યો હતો. મુંદરા-બારોઇ
નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ કહ્યું હતું કે, આ સ્કૂલે
સારી નામના મેળવી છે તથા વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું.
નગરપાલિકાના પ્રથમ પ્રમુખ રહેલા કિશોરાસિંહ પરમારે જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં ત્રણ એકર વિસ્તારમાં સ્કૂલનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતી
અને અંગ્રેજી મીડિયમ બંને અહીં ભણાવાય છે. અત્યારે ધો. આઠ સુધી છે. હવે આવતા
સત્રથી તબક્કાવાર ધો. નવથી ધો. 12 સુધીનું શિક્ષણ આપવામાં આવશે.
હવે સંચાલનમાં મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયું છે. કથાકાર કશ્યપ શાસ્ત્રી મહારાજે
આશીર્વચન પાઠવ્યા હતા. નિષ્ણાત શિક્ષક અને ટ્રસ્ટના હિનાબેન શાહ તથા હિતેનભાઈ શાહે
જણાવ્યું કે, ટ્રસ્ટ સાથે ઝડપથી જોડાયાનો રાજીપો છે. સૌને સાથે રાખીને મુંદરામાં આગળ
વધશું. જિ.પં.ના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ આ સ્કૂલ સાથે મહાજન જોડાયા
બદલ આનંદની દર્શાવી જણાવ્યું કે, મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ
જીવદયાના પણ અનેક કાર્ય કરે છે અને શિક્ષણ કાર્યમાં સહકારની ખાતરી આપી હતી.
નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીરે જણાવ્યું હતું કે, મેટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારોઈમાં સાર્વજનિક દવાખાનું ચાલે છે તથા
તાજેતરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. માઘસ્નાની રાજેશભાઇ સીજુ તથા કાનજીભાઈ
સીજુનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ટાંકણે મુંદરા શહેર ભાજપના પ્રમુખ અરાવિંદ
પટેલ, મનોજ કોટક, મેટ્રિક ચેરિ.
ટ્રસ્ટના તલકશી શાહ, નિપુલ કેનિયા, હંસાબેન
શાહ, કેકિન કેનિયા, વસંત કેનિયા,
બારોઈ માનવજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના નિર્મળાબેન મોતા, અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશ ઠક્કર , રહિમ
ખત્રી, અસલમ તુર્ક, અખિલ કચ્છ ગણેશ
સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોર પિંગોલ, જિ.પં. સદસ્ય
પ્રદ્યુમનાસિંહ જાડેજા, તા. ભાજપ મહામંત્રી રવાભાઈ આહીર,
દિલીપ ગોર મંચસ્થ રહ્યા હતા. જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર મહેતા,
પાંજરાપોળના પ્રમુખ નવીન મહેતા, દિલીપ આહીર,
હેત આહીર , લાલુભા પરમાર, પરિન ગાલા, એમ્પ્ટી યાર્ડ એસો. પ્રમુખ હરશ્યામાસિંહ
પરમાર, ભાવેન ઠક્કર, મુકેશ ગોર,
હિરેન સાવલા, સંજય સોની, યોગેશ ઠક્કર , મયૂર કોટક, બાર
પ્રમુખ એડવોકેટ કાનજી સોંધરા, જનક સોલંકી, ભરત જોષી, કિશોરાસિંહ ચુડાસમા, રાજુ બલાત, મનિષ ભટ્ટ, હરેશ
માલી, હેતલબેન ભટ્ટ, પૂજાબેન જોષી,
રાજુ સત્યમ અને પ્રકાશ ઠક્કર, ભરત પાતારિયા
તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો વિવિધ સંસ્થાના વડાઓ
બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સ્કૂલબેગનું વિતરણ કરવામાં
આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રાજીવ ત્રિવેદી તથા આભારદર્શન પારસ કેનિયાએ
કર્યું હતું.