• રવિવાર, 01 માર્ચ, 2026

કથાશ્રવણ મોક્ષપ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ

ગઢશીશા, તા. 28 : અબડાસા તાલુકાના નવા શિવાલય અને બ્રહ્મલીન રામગિરિબાપુ તથા બ્રહ્મલીન પારસગિરિજી બાપુની દિવ્ય તપોભૂમિ ખાતે મહંત મહિસાગરગિરિજી બાપુના સાંનિધ્યમાં શાત્રી કશ્યપભાઈ જોશી (ભાડિયા મોટાવાળા)ના વ્યાસાસને અને મોરબીના વલ્લભભાઈ જીવરાજ પટેલ (પનારા)ના મુખ્ય યજમાનપદે ગઢશીશાના રંભાબેન નથુગિરિજી ગોસ્વામી હસ્તે મંજુલાબેન રાજેન્દ્રગિરિજી ગોસ્વામીના સહયજમાન પદે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. કથામાં વક્તા કશ્યપભાઈ જોશીએ જીવનમાં કથા શ્રવણનું મહત્ત્વ સમજાવી આધ્યાત્મિક જીવન જીવવા પર ભાર મૂકી ભારત દેશમાં જન્મ થયાને ભાગ્યશાળી ગણાવ્યા હતા, તો વાર-તહેવાર કે પ્રસંગ પોતાના સ્વજન સાથે જ ઊજવવાની મજા છે તેમ ઉમેર્યું હતું અને સંયુક્ત કુટુંબ ભાવનાની વાત કરી હતી. સવારના સત્રમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાસ હાજરી આપી શિવાલયના વિકાસ માટે રૂા. પાંચ લાખની જાહેરાત કરી હતી અને કથા આયોજનને બિરદાવ્યું હતું. કથામાં સાધુ-સંતોમાં પ્રદીપ્તાનંદજી સ્વામી, ચમનગિરિજી બાપુ, અદ્વૈતગિરિજી, રતનગિરિજી મહારાજ, સોનગિરિજી બાપુ, શંકરગિરિજી મહારાજ, ચંદુમા, દેવીબા વિગેરે ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવી કથા શ્રવણ કરી હતી.તો પરેશસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજા (ભુજ), જયદેવસિંહ જાડેજા, શૈલેષભાઈ જાની, હિંમતસિંહ સોઢા, જુવાનસિંહ સરવૈયા, રૂપસંગજી સોઢા, તખુભા જાડેજા, વેરશીભાઈ રબારી, રાજેશગિરિ ગોસ્વામી વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણજન્મનો ચઢાવો સચિનભાઈ શશીકાંત ઠક્કર (દાવડા-ભુજ)એ લીધો હતો. આયોજનમાં મહેશભાઈ કોઠારી, રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રગિરિ ગોસ્વામી, જેન્તીભાઈ ગોર, હરૂભા જાડેજા, રાજુભાઈ ઠક્કર, જુવાનસિંહ સોઢા, કિશોરભાઈ દરજી, અનિલસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, વસંતભાઈ ભાનુશાલી, મોહનભાઈ ગોર, અતુલભાઈ દવે, રાણુભાઈ જાડેજા, નલીનભાઈ કોઠારી તથા ગુરુભક્તો જોડાયા છે. સંચાલન મહેશભાઈ જાડેજા તથા અજિતસિંહ સોઢા કરી  રહ્યા છે.  

Panchang

dd