માંડવી, તા. 28 : કચ્છ- માંડવી ભગિની મંડળ અને
ભારત વિકાસ પરિષદ માંડવીના સંયુક્ત ઉપક્રમે પ્રમુખ સુજાતાબેન ભાયાણીનાં અધ્યક્ષસ્થાને
મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને તે આશયથી આનંદ વ્યાપાર મેળો યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી
સુજાતાબેને સંસ્થાનો પરિચય અને કાર્યો વિશે જાણકારી આપતાં મહિલાઓ પોતાના હુન્નર અને
કૌશલ્ય દ્વારા નવી વસ્તુનું સર્જન કરે, સર્જનાત્મકતા પાંગરે, તે હેતુથી પ્લેટફોર્મ પૂરું પાડવા
આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. માંડવીની અન્ય મહિલા સંસ્થાઓને પણ આવાં આયોજનો
કરવા અનુરોધ કર્યો હતો. ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ સોલંકીએ ઉદ્બોધનમાં રાષ્ટ્રીય
ફલક ઉપર પ્રદાન સમજાવ્યું હતું અને મહિલાઓ દ્વારા થતાં કાર્યને બિરદાવ્યું હતું. ડો.
પારુલબેન ગોગારીએ બહેનોમાં રહેલી વિશિષ્ટ શક્તિને બિરદાવતા દરેક ક્ષેત્રમાં આગવી ઓળખ
ઊભી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું. અર્પણાબેન વ્યાસ-પ.ક. બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ
બન્યા તે બદલ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નેહાબેન ગોસ્વામી,
ઉદ્ઘાટા મીરાબેન ઠક્કર તેમજ માલતીબેન લાલન, જૈમિનીબેન
કોટક, ઉષાબેન શાહ, નયનાબેન મચ્છર,
નેહાબેન ગઢવી, જયાબેન ગણાત્રા, દેવલબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. બહેનો દ્વાર વાનગીઓ, આર્ટક્રાફ્ટ, ઈમિટેશન જ્વેલરી, મડવર્ક, નેચરલ ઓઈલ, શેમ્પૂ,
સાબૂ, ચોકલેટ, કેક,
કપડાં, નમકીન્સ, લાલાના વાઘા,
બાળરમતો સહિતના 28 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. ગાંધીધામ, અંજાર, માંડવી તાલુકાની
મહિલાઓએ ભાગ લીધો હતો. સભ્યો રમાબેન જોશી, મિનલબેન મહેતા,
વર્ષાબેન જોશી, ધારિણીબેન મહેતા, રસીલાબેન રાયચંદા, પુષ્પાબેન રાવરાણી, પ્રિયાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા. મીતાબેન રાયચુરા, જિયાબેન કોટક, રશ્મિબેન ગુંસાઈ, સ્મિતભાઈ ઠક્કરે જહેમત ઉઠાવી હતી.