ભુજ, તા. 9 : કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા
કોંગ્રેસ પ્રમુખ લાખાજી સોઢા, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન
ગઢવીના નેતૃત્વતળે ભુજ તાલુકા ઇન્ચાર્જ નીતેશ લાલણની ઉપસ્થિતિમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ સરદાર
વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ-વંદના કરી અને જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ
ભાજપની સરકારની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે સરદાર પટેલે જે વિચારધારા ઉપર
પ્રતિબંધ લગાવેલો તે વિચારધારા આજે દેશ પર રાજ કરી રહી છે, જે
બાબત સૂચવે છે, દેશનું આવનારું ભવિષ્ય અંધકારમય છે. આગામી દિવસોમાં
આવા કાર્યક્રમો તમામ તાલુકા શહેર મથકોએ યોજવામાં આવશે, જેમાં
પ્રજાએ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીજીની પ્રતિમા હમીરસર તળાવ પાસે તથા
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ટાઉનહોલ પાસે
હારારોપણ કરી વંદના કરી હતી. જાગૃતોએ કહ્યું હતું કે, દેશ જે બંધારણ ના મૂળભૂત ઢાંચા ઉપર ચાલી રહ્યો છે તે મૂળભૂત ઢાંચાને તોડવાનો
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે, તે ભવિષ્યની
પેઢી માટે ખતરારૂપ છે. કાર્યક્રમમાં રામદેવાસિંહ જાડેજા, ગનીભાઈ
કુંભાર, કલ્પના જોશી, ડો. રમેશ ગરવા,
એચ.એસ. આહીર, ફકીરમામદ કુંભાર વિગેરે હાજર રહ્યા
હતા.