• ગુરુવાર, 13 માર્ચ, 2025

નારાયણ સરોવર-કોટેશ્વર રામકથાની તડામાર તૈયારી

દયાપર (તા. લખપત), તા. 9 : કચ્છના છેવાડે અરબી સમુદ્ર અડીને આવેલ તીર્થધામ કોટેશ્વર-નારાયણ સરોવરમાં તા. 15-2થી 23-2 સુધી જાણીતા કથાકાર મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરાયું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની બેઠક કથા સ્થળ પર યોજાઇ હતી. બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી ધારાસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે, વિવિધ સંગઠનોના યુવાનો કથામાં જોડાશે અને નવ દિવસ સતત સેવા આપવા અનુરોધ કર્યો હતો. નારાયણ સરોવર જાગીરના પૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન મધુસુદન લાલજી મહારાજને યાદ કરી નેત્રા જોગણી માતાના મંદિરમાં યોજાયેલ યજ્ઞ અને તે વખતે મહારાજના આશીર્વાદ અંગે વિગતો યાદ કરી હતી. કથાના મનોરથી પ્રવિણભાઇ તન્નાએ બાપુની કમળાદેવી મંદિર પરિસર પાસે કથાની ઇચ્છા હતી. પણ ત્યાં પાણીનો જથ્થો ઘણો હોવાથી અહીં સ્થળ પસંદ કર્યું હોવાનું કહ્યું હતું. ભાવેશભાઇ ઠક્કર (મોટી વિરાણી)એ રૂપરેખા આપી હતી. મોહનભાઇ ધારશી, વેલજીભાઇ આહીર, ઘનશ્યામભાઇ જોશી વગેરે કથા આયોજનમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. દાનુભા સોઢા, જશુભા જાડેજા, ગણપત રાજગોરએ આજુબાજુ ગામના યુવાનો સ્થાનિકે બેઠક યોજી દૈનિક સો કાર્યકરો ઉપસ્થિત રહી સેવા આપે તેવો અનુરોધ કર્યો હતો. જિ.પં. સદસ્ય હઠુભા જાડેજા, પી.સી. ગઢવીએ નારાયણ સરોવર તીર્થને કથા માટે સ્થળ પસંદ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. બ્રહ્મસમાજના વિશ્વનાથભાઇ જોષીએ પૃથ્વીને ઉત્પતી માટે બ્રહ્માજીએ હૃસ્વોને નારાયણ સરોવર ખાતે મોકલ્યા હોવાનો શ્રીમદ્ ભાગવત કથામાં ઉલ્લેખ સહિત તીર્થનું મહાત્મય વર્ણવ્યું હતું ગરડા રબારી સમાજના નથુભાઇ રબારી, સરપંચ સંગઠનના પૂર્વ પ્રમુખ નીતિનભાઇ પટેલ, તા.પં. પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા, રામાનંદી સાધુ સમાજના પ્રમુખ તેમજ અગ્રણીઓ  ના.સરોવરના પૂર્વ સરપંચ સુરૂભા જાડેજા, તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ જેતમાલજી જાડેજા, દેશુભા જાડેજા, જીગરભાઇ ઠક્કર વિગેરે વિવિધ સૂચનો કર્યા હતા.જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજ, કોટેશ્વર જાગીરના પૂજારી વિગેરે આશીર્વચન આપ્યા હતાં સંચાલન ભાવેશભાઇ ઠક્કર અને આભારવિધિ દીપક રેલોનએ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd