• બુધવાર, 12 માર્ચ, 2025

મુંદરામાં યોજાયેલા અમેરિકી તબીબોના મેડિકલ કેમ્પમાં 45 દર્દીનું નિદાન

મુંદરા, તા. 8 : અહીંની કારવાં-એ-મુસ્તફા હોસ્પિટલ ખાતે અમેરિકાના સેન્ટ લ્યૂકેશ યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કુલ 45 દર્દીનું નિદાન કરવામાં આવ્યુ હતું.  જેમાં માનસિક રોગોના ડો. નઝમાબેન ખાનાણીએ સેવાઓ આપી હતી. ઉપરાંત ડો. બિગેસ્ટ સ્મિથ  એમ.ડી.(ફિઝિશિયન)એ સેવાઓ આપી તપાસ નિદાન કર્યું હતું. દર્દીઓને સંસ્થા તરફથી હાજર દવાઓ મફત આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ડોક્ટરો અને મહેમાનોનું સંસ્થાના પ્રમુખ નજીબભાઈ અબ્બાસી, સેક્રેટરી ઇબ્રાહીમભાઈ જત, ટ્રસ્ટી  બિલાલભાઈ એડવોકેટે સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. મહેરીનબેન મેમણ અને નજફ તુર્કે ટ્રાન્સલેટર તરીકે સેવાઓ આપી હતી. કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપરાંત સાજીદભાઈ ખત્રી, ઇબ્રાહીમભાઈ ગાધ, જુમ્માભાઈ કલ્યાણી, ઈબ્રાહીમ બઈબા અને શબાનાબેન મેમણ, સુલતાન નારેજા, અખ્તર કુંભાર અને તુફેલ  સમેજાએ જહેમત  ઊઠાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd