• ગુરુવાર, 06 ફેબ્રુઆરી, 2025

સાંગનારાના દાતાએ ગૌશાળામાં ગૌમાતા માટે ગમાણનું નિર્માણ કરાવ્યું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : નખત્રાણા તાલુકાના સાંગનારા ગામમાં કાર્યરત ગૌશાળામાં ગામના એક દાતા દ્વારા 300 ફુટ જેટલી ગમાણ બનાવી પ્રેરણા સ્વરૂપ દાખલો બેસાડયો હતો. સાંગનારાના પટેલ ખીમજી ગંગદાસ નાકરાણી તરફથી પશુઓ સુચારૂ ચારો આરોગી શકે એ માટે 300 ફુટ ગમાણની અર્પણવિધિ વખતે ગૌસેવાની પ્રવૃત્તિ થકી અબોલા જીવોની સેવાઓ સંચાર થાય, લોકહિતનાં કાર્ય સાથે અબોલા જીવોની સેવા કરવા અનુરોધ કર્યો હતો. અર્પણવિધિ વખતે દાતા ઉપરાંત સરપંચ શંકરભાઈ લીંબાણી, તુલસીદાસ પોકાર, ભાણજીભાઈ લીંબાણી, જીવરાજભાઈ લીંબાણી, અરવીંદભાઈ ઠક્કર, રાણા સુરા રબારી, ચનાભાઈ રબારી ઉમરા પાલા જેપાર વગેરે હાજર રહ્યા હતા. ગ્રામજનોએ દાતાનો આભાર માન્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd