• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ભચાઉમાં 10 જિલ્લાના સ્પર્ધકોએ પોતાનું હીર ઝળકાવ્યું

ભુજ, તા. 22 : ભચાઉમાં રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનો પ્રદેશકક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. 30 જેટલી કૃતિમાં 10 જિલ્લાના લગભગ ચાર હજાર સ્પર્ધકે પોતાનો હીર ઝળકાવ્યું હતું, જેમાં દરેક સ્પર્ધાના પ્રથમ બે વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે. સ્પર્ધાના પ્રારંભે ભચાઉના પ્રાંત અધિકારી જ્યોત્સનાબેન ગોહિલ, સુધરાઈ પ્રમુખ પેથાભાઈ, મામલતદાર મોડાસિંગ રાજપૂત, તાલુકા પંચાયત પ્રમુખ પરબતભાઈ આહીર, આહીર સમાજના પ્રમુખ ગોપાલભાઈ આહીર, વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ હરદેવાસિંહ જાડેજા, લેવા પાટીદાર બોર્ડિંગના પ્રમુખ ભરતભાઈ પટેલ, દેવશીભાઈ સોલંકી, નંદલાલભાઈ આહીર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, પ્રાંત યુવા વિકાસ અધિકારી નરાસિંહ ગાગલ, યોગેશભાઈ આચાર્ય, દેવનાસિંહ વાળા, કિશોરભાઈ હેડાઉ, જયરામ વણકર, રસીદ સમા, અંજારના મહેશ ચંદે વગેરે જોડાયા હતા અને સ્પર્ધકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રથમ બે વિજેતા રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

જિલ્લાના પ્રથમ બે વિજેતા રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં છથી 14 વર્ષમાં વકતૃત્વમાં ધૈર્ય ખુશલાણી દ્વિતીય, નિબંધમાં આશવી આનંદ વૈષ્ણવ પ્રથમ, ભરતનાટયમમાં નવ્યા મજેઠિયા પ્રથમ, લોકનૃત્યમાં શ્રીલેખા કન્યા વિદ્યાલય ભુજ દ્વિતીય, રાસમાં માર્ગમ ડાન્સ એકેડેમી ગાંધીધામ પ્રથમ, ગરબામાં શ્રીલેખા કન્યા વિદ્યાલય ભુજ પ્રથમ, સુગમ સંગીતમાં પ્રિયમ ભાવિર પોટા પ્રથમ, લગ્નગીતમાં હની ભરત ગુંસાઈ, તબલામાં પરમ બુદ્ધભટી દ્વિતીય, હાર્મોનિયમમાં જાડેજા વીરરાજાસિંહ પ્રથમ, દુહા છંદ ચોપાઈમાં દેવાંશી ગઢવી પ્રથમ, જ્યારે સર્જનાત્મક કામગીરીમાં સાનવી ભટનાગર દ્વિતીય, સ્કૂલ બેન્ડમાં નરનારાયણ દેવ સ્કૂલ મિરજાપર પ્રથમ, ઓર્ગનમાં તનુજ જોશી દ્વિતીય, કથકમાં ધ્યાના મિલન સોની પ્રથમ, શાસ્ત્રીય કંઠય હિન્દુસ્તાનીમાં દક્ષ કેતન દરજી તૃતીય, વાંસળીમાં હર્ષ દીપક કટારમલ પ્રથમ, નિધિ બિજલાની દ્વિતીય અને બ્રિન્દા સંજય બુસા તૃતીય વિજેતા જાહેર થયા હતા.

વયજૂથ 15થી 20 વર્ષમાં વિજેતાઓઁ

ચિત્રકલામાં આરતી સુથાર તૃતીય, ભરતનાટયમમાં દીતિ પાતાળિયા પ્રથમ, એક પાત્રીય અભિનયમાં ભગત પ્રિયાંશી દ્વિતીય, લોકનૃત્યમાં માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ પ્રથમ, ગરબામાં ઋષિરાજ વિદ્યા નિકેતન મુંદરા પ્રથમ, સુગમ સંગીતમાં ઉદીશ ઓજસ વોરા પ્રથમ, લગ્નગીતમાં વાઘાણી દૃષ્ટિ કે પ્રથમ, સમૂહ ગીતમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ભુજ દ્વિતીય, તબલામાં હરમન ઝાલા પ્રથમ, ગઝલ શાયરીમાં દેવાંશી કેતન જોશી, લોકવાર્તામાં રિયા દરજી પ્રથમ, સ્કૂલ બેન્ડમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિરજાપર પ્રથમ, ઓર્ગનમાં પિનાક શાહ પ્રથમ, કથકમાં કન્હાઈ યોગેશ ગોર પ્રથમ, શાસ્ત્રીય કંઠય સંગીત હિન્દુસ્તાનીમાં સંપૂર્ણ મજમુદાર, મોહિની અષ્ટમમાં વિશ્વા ઠક્કર, કુચીપુડીમાં મૃણાલી આહીર, વાંસળીમાં દીતિ રોહિત જોષી પ્રથમ, પ્રિયાન રાજેશ વરસાણી તૃતીય અને સિતારમાં ઉર્વશી જીતુભા ગઢવી દ્વિતીય વિજેતા થયા હતા.

વયજૂથ 21થી 59 વર્ષમાં વિજેતા

રાસમાં શ્રીવિદ્યા વિનય સંસ્કાર કેન્દ્ર માંડવી પ્રથમ, રાસગરબામાં માર્ગમ ડાન્સ એકેડમી ગાંધીધામ દ્વિતીય, લોકગીત ભજનમાં પ્રકાશ પ્રજાપતિ, કાવ્ય લેખનમાં તનુજ સંજોટ પ્રથમ, ગઝલ શાયરીમાં કાંતિલાલ મહેશ્વરી તૃતીય, ઓર્ગનમાં ચિન્મય પુરાણિક પ્રથમ અને શાસ્ત્રીય સંગીત હિન્દુસ્તાનીમાં દક્ષ કૌશલ છાયા પ્રથમ વિજેતા જાહેર થયા હતા.

Panchang

dd