જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 22 : કચ્છ ચારણ સભા અને સોનલ બીજ સમિતિ દ્વારા માંડવી ચારણ બોર્ડિંગ ખાતે ચારણ સમાજોદ્ધારક આઈ સોનલ માના 102મા પ્રાગટય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. સવારે કન્યા છાત્રાલયથી ચારણ બોર્ડિંગ (લાયજા રોડ) સુધી શોભાયાત્રા નીકળી હતી. સમાજના મોભી ભીમશી બાપા અને માતાજી પનઈમા તેમજ આગેવાનોના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું. સ્વાગત પ્રવચન સાહિત્યકાર આશાનંદભાઈ ગઢવીએ કર્યું હતું. માતાજી ધનબાઈમા (મોટા રતડિયા), પનઈમા (કરોડિયા), મહંત કલ્યાણદાસ બાપુ, વિનોદ ચાવડા (સાંસદ), કૈલાસદાન ગઢવી, હરેશ વિંઝોડા (નગર અધ્યક્ષ), જિજ્ઞેશ બારોટ (ચીફ ઓફિસર), ડો. મહેશ બારડ (માંડવી કોલેજ), કૌશિકભાઈ ગાંધી (ત્રણટુકર) સહિત મહાનુભાવોનું સન્માન સમાજ દ્વારા થયું હતું. સોનલ બીજ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા. રાજડા ટેકરીના મહંત અર્જુનનાથ બાપુએ ચારણ સમાજમાંથી દાગીના પ્રથા જેવી આર્થિક બોજારૂપ પ્રથા છે, તેના ઉપર અંકુશ આવે તો સામાન્ય માણસને પણ રાહતરૂપ થાય તેવું સૂચન તેમણે કર્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ આઈ શક્તિના અધ્યાત્મબળથી ચારણ સમાજ ઉન્નત શિખરો હાંસલ કરી આગળ વધી રહ્યો છે જેનો આનંદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આઈ સોનલ માના સંકલ્પો ઉપર ચાલી સમાજ ઉત્થાન માટે હાકલ કરી હતી. અદાણીના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઈ શાહે સાધુ-સંતોના નિર્દેશ ઉપર ચાલી સમાજનો પ્રગતિ પથ વધુ દૃઢ બનાવવા ચારણ સમાજ સંકલ્પબદ્ધ બને તેમ જણાવ્યું હતું. તા.પં. પ્રમુખ કેવલભાઈ ગઢવીએ ચારણ સમાજના ગામોમાં થતા વિકાસકામનોની છણાવટ કરી હતી. ગઢવી મિત્ર મંડળના પ્રમુખ દેવરાજભાઈ હરિભાઈ ગઢવીએ સોનલ બીજની પૂર્વ સંધ્યાએ ચિંતન શિબિરમાં થયેલ સમાજ ઉત્કર્ષના મુદ્દાઓથી સૌને વાકેફ કર્યા હતા. કુમાર છાત્રાલયના સંચાલક રાણશીભાઈ ગઢવીએ બોર્ડિંગનો વિકાસ અહેવાલ આપી વધુથી વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવી અપીલ કરી હતી. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ સમાજને જરૂરી સૂચનો કર્યાં હતાં. સિનિયર એડવોકેટ દેવરાજ ગઢવીએ અખિલ કચ્છ ચારણ સભાને સમાજના ભાઈઓ-બહેનો વધુથી વધુ ઉપયોગી બને તે માટે આહ્વાન કર્યું હતું. સમાજના પ્રમુખ દેવરાજભાઈ કરસનભાઈ ગઢવીએ શિક્ષણ દ્વારા સંસ્કાર, પ્રગતિ અને વિકાસ માટે આગળ આવવા જણાવ્યું હતું. વિશેષ પ્રતિભાઓ આશાનંદ ગઢવી, આશારિયા સાખરા, રાજેશ ગઢવી (અંજાર), વિશ્રામ ગઢવી (મોટા લાયજા), સ્વ. કરણીદાન ગઢવી (ભારાપર), ખીમરાજ કારિયા (પાંચોટિયા), હરિભાઈ ગઢવી (મોટી રાયણ), પબુ લધા (માંડવી સમૂહલગ્ન સમિતિ), રામભાઈ સાખરા (કાઠડા), રતનભાઈ ભૈયા (ભાડિયા), રાઘવદાન ગઢવી (ગાંધીધામ), ભુજપુર સમૂહલગ્ન સમિતિ, અશોક લાખાણી (ઝરપરા), કિશોર ગઢવી (ઉત્કર્ષ ટ્રસ્ટ), હેતલબેન ગઢવી (કાઠડા), કનૈયા ગઢવી (જિયોલોજિસ્ટ) સહિતનાનું સન્માન થયું હતું. શિષ્યવૃત્તિ સમારંભમાં સમાજના 168 તેજસ્વી વિદ્યાર્થીઓને પૂ. નિરંજન બાપુ એજ્યુ. ચેરિ. ટ્રસ્ટ, કૈલાસદાન કરણીદાન ગઢવી શિલ્ડ, શહીદ વીર માનસિંહ ગઢવી સ્મૃતિમાં અખિલ કચ્છ ચારણ સભા તરફથી તેમજ પૂ. પચાણ માસ્તરની સ્મૃતિમાં સોનલબીજ તરફથી રનિંગ શિલ્ડ અર્પણ કરાયા હતા. ચારણ તિથિ કેલેન્ડર અને મોબાઈલ એપ્લિકેશનનું વિમોચન થયું હતું જેના માટે વાલજીભાઈ ગઢવીએ સંકલન કર્યું હતું. શિષ્યવૃત્તિ કાર્યક્રમનું સંચાલન નાગાજણ ગઢવીએ કર્યું હતું. મહાપ્રસાદના દાતા સ્વ. કરમણ નાગાજણ કાનાણી (હ. ધનરાજ કરમણ ગઢવી-કરણી કૃપા, ભાડા, હા. માંડવી) રહ્યા હતા. કન્યા છાત્રાલય માટે વાલજી મેઘરાજ ગઢવી રૂા. 3 લાખ અને સ્વ. માલબાઈ રતનભાઈ મુંધુડા હ. કમશ્રીબેન રતનભાઈ કારિયા (મોટા લાયજા) દ્વારા રૂા. 3 લાખનો ચેક અર્પણ કરાયો હતો. મંચસ્થ પાલુભાઈ ગેલવા (ભજનાનંદી), દેવાયતભાઈ ગઢવી (એડવોકેટ), મયૂરભાઈ ગઢવી (પી.આઈ.), દેવદત્તભાઈ ગઢવી, ડો. રામભાઈ ગઢવી, રાજેશભાઈ ગઢવી (લોકસાહિત્યકાર), પબુભાઈ જામ, સામતભાઈ ગઢવી (પ્રમુખ, તા. ભાજપ), દેવરાજ પબુ ગઢવી (ભાડા), અનિલભાઈ ગઢવી, પુનશી ગઢવી, મોહન હરિ ગઢવી, જીવરાજ ગઢવી (સરપંચ સંગઠન), દિનેશ લાખાણી, રાજેશ કાનાણી, ભચુભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી (રાયણ), કાનજીભાઈ ગઢવી (સિંધોડી), દેવલબેન ગઢવી તેમજ કચ્છભરના ચારણી ગામોમાંથી બહોળા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા મેઘરાજ ગઢવી (પ્રમુખ માંડવી શહેર ચારણ સમાજ), ધનરાજ ગઢવી, દેવાંધભાઈ ગઢવી, ખીમરાજ ગઢવી, સામરા ગઢવી, સામત ગઢવી, ભારૂભાઈ રામ, હરદાસ પુનશી, ભરતભાઈ ગઢવી સહિતે સંભાળી હતી. બપોરે સંતવાણીમાં હરિભાઈ ગઢવી (મોટા ભાડિયા), હરેશભાઈ સુરુએ રમઝટ બોલાવી હતી. સાંજે ખીમરાજ ગઢવી ગ્રુપ દ્વારા મહાઆરતી યોજાઈ હતી. સંચાલન વિશ્રામભાઈ કારિયા અને આશાનંદ ગઢવીએ અને આભારવિધિ ઈશ્વર ગઢવીએ કર્યા હતા.