ભુજ,તા. 3 : વ્યકિતનો
દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય અને યુવાશકિત દેશના આદર્શ નાગરિક બને તેમાં
અભિવ્યકિતનું પ્રદાન મુઠ્ઠીઊંચેરું છે,
તેવું સ્પીકર ઓફ કચ્છ સિઝન-3ના સમાપન સમારોહમાં વિશેષ
ઉપસ્થિત રહેલા અદાણી ફાઉન્ડેશનના ડાયરેકટર અને નિવૃત્ત સનદી અધિકારી વસંતભાઈ ગઢવીએ
જણાવીને વકતાઓને પોંખવા માટેના આયોજનને બિરદાવ્યું હતું. કચ્છમિત્ર અને કચ્છ
યુનિવર્સિટી દ્વારા અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આયોજીત યુવા વકતાની અભિવ્યકિતને
ખીલવવા માટે કરાયેલાં આયોજનમાં કચ્છ યુનિ. કોમર્સ વિભાગની જહાન્વીબા જાડેજાએ તમામ
સ્પર્ધકોને પાછળ રાખીને સ્પીકર ઓફ કચ્છનો તાજ જીત્યો હતો. બીજાથી પાંચમા ક્રમના
ઝીયા ખોજા, ક્રિશા
પંડયા, કાલિન્દી રાજગોર અને સૂચિ જોશી વિજેતા થયા હતા.
ગેઇમ્સના ઓડિટોરિયમમાં આયોજીત સ્પીકર ઓફ કચ્છની ત્રીજી સિઝનના સમાપન સમારોહમાં
પોતાના અનુભવનો નિચોડ રજુ કરતું વકતવ્ય આપતા વી.એસ. ગઢવીએ કહ્યંy કે, શ્રેષ્ઠ વકતાની ભેટ
આપતું આ આયોજન મહત્વની ઘટના છે. વાંચવાથી વિચારશકિત વધે છે અને વિચારશકિત હોય તો જ
અભિવ્યકિતની કળા ખીલતી હોય છે. અભિવ્યકિતને વ્યકિતના પૂર્ણ વિકાસનો આધાર ગણાવતા અને
કચ્છ સાથે જેમનો નિકટનો ઘરોબો છે એવા વસંતભાઈ ગઢવીએ તમે કોઈ પણ ક્ષેત્રમાં
કારકિર્દી ઘડવા માંગતા હો તેમાં વકતૃત્વકળા તમને ઉપયોગી સાબિત થવાની જ છે. મહાત્મા
ગાંધી, જવાહરલાલ નહેરુ, વર્તમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપાઈ સહિતના વાકછટાના
માહિરોના ઉદાહરણને ટાંકી શ્રી ગઢવીએ જેટલા સ્પર્ધકો ફાઈનલ સુધી પહોંચ્યા તે તમામને
વિજેતા ગણાવી કોશિશ કરનેવાલો કી હાર નહિ હોતી એમ કહી સતત કોશિશ કરતા રહેવાની શીખ
આપી હતી. સાથોસાથ સ્પીકર ઓફ કચ્છના સ્પર્ધકો રાજય અને રાષ્ટ્રીય તખ્તો ગજાવે તેવી
શુભેચ્છા પાઠવી હતી. ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથેની તાકીદની બેઠકને લીધે કુલપતિ
મોહનભાઇ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમણે અને અદાણી પોર્ટના
એકઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહે શુભકામના પાઠવી હતી. ગેઇમ્સના મેડિકલ
ડાયરેકટર બાલાજી પિલ્લાઈએ તમામ સ્પર્ધકોને આત્મવિશ્વાસપૂર્વક આ સ્પર્ધામાં
ઝંપલાવવા આહવાન કર્યું હતું. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે કચ્છના યુવાનોમાં
આત્મવિશ્વાસ જાગે, તેમનામાં વાંચનભૂખ જાગૃત થાય તે માટે
કચ્છમિત્ર પોતાનો અખબારી ધર્મ નિભાવતું રહેશે તેમ કહી સ્પીકર ઓફ કચ્છના આયોજનને
વધુ વિશાળ બનાવવાની કટિબદ્ધતા દેખાડી હતી. સંયોજક આર.વી. બસિયાએ સમગ્ર આયોજનની
રૂપરેખા વર્ણવી શ્રોતાની આંખને કાનમાં ફેરવી નાખવાની ક્ષમતા ધરાવે છે તે સાચો વકતા
છે તેમ જણાવ્યું હતું. આયોજનમાં સહયોગી સૌ પ્રત્યે તેમણે આભારની લાગણી વ્યકત કરી
હતી. ફાઈનલ સુધી પહોંચેલા 10 સ્પર્ધકોએ રજુ કરેલી અભિવ્યકિતને
ઉપસ્થિત શ્રોતાઓએ બિરદાવી હતી. નિર્ણાયકો વતી પ્રતિભાવ આપતાં ડો. નરેશ ફિટરે કહયું
કે શબ્દની ગોઠવણી કરવી મહત્વની હોય છે. આ
ગોઠવણી પછી અભિવ્યકિતનો તબકકો આવતો હોય છે. તમામ ફાઈનલિસ્ટોએ પોતાનું શ્રેષ્ઠતમ
આપવાનો પ્રયાસ કર્યો તે તેમની રજૂઆત પરથી દેખાઈ આવ્યું છે. તેમણે કહ્યું કે, શ્રોતાને જકડી રાખવાની
જેમાં તાકાત હોય એ જ સારો વકતા બની શકે. મંચસ્થ મહેમાનોની સાથે આયોજન પાર પાડનારી
કોર ટીમ, પ્રાયમરી રાઉન્ડમાં યજમાન પદ સંભાળનારી કોલેજ,
પ્રથમ પાંચ ક્રમે વિજેતાઓની કેલેજ, સ્વયંસેવકો
સહિતનું વિશેષ સન્માન કરાયું હતું. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ અનિવાર્ય
સંજોગવશાત ઉપસ્થિત ન રહી શકતાં તેમણે આયોજનને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં
કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોર, અદાણી ફાઉન્ડેશનના
ગુજરાતના સીએસઆર હેડ પંકિતબેન શાહ, કચ્છમિત્રના મેનેજર
મુકેશભાઈ ધોળકિયા પૂર્વ સાંસદ પુષ્પદાન
ગઢવી, રેશ્માબેન ઝવેરી, ભુજ લોહાણા
મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદે, અંગદાન જાગૃતિના પ્રણેતા
દિલીપ દેશમુખ, કચ્છ યુનિ.ના પ્રથમ કુલપતિ ડો. કાંતિ ગોર,
ડો. પી.એસ. હિરાણી, કાશ્મીરાબેન મહેતા,
કેશરાભાઈ પિંડોરિયા, અખિલેશ અંતાણી, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલ પંડયા, મદદનીશ
વ્યવસ્થાપક હુશેન વેજલાણી ઉપરાંત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિકયુટિવ કાઉન્સીલના
સભ્યો સહિત અગ્રણીઓ તેમજ વાલીગણ અને વિવિધ કોલેજના પ્રતિનિધિઓ હાજર રહયા હતા.
સંચાલન ડો. ગિરીન બક્ષી અને માનસી ઠકકરે કર્યું હતું.
આ છે કચ્છના શ્રેષ્ઠ યુવા વક્તાઓ
કચ્છમિત્ર અને કચ્છ યુનિ. દ્વારા
અદાણી ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત સ્પીકર ઓફ કચ્છ સિઝનના પ્રથમ વિજેતાને 35000, બીજા
વિજેતાને 25000, ત્રીજા વિજેતાને 21000, ચોથા
વિજેતાને 11000 અને પાંચમા વિજેતાને 5000, તો
છથી 10 નંબરના વિજેતાને બે-બે હજારનું ઇનામ અપાયું હતું.
પ્રથમ ક્રમાંક હાન્વીબા
જાડેજા પાર્ટમેન્ટ ઓફ કોમર્સ
દ્વિતીય ક્રમાંક યા
ખોજા લાણી આર્ટસ-સાયન્સ કોલેજ, આદિપુર
તૃતીય ક્રમાંક શા
પંડયા પાર્ટમેન્ટ ઓફ ઈગ્લિંશ
ચતુર્થ ક્રમાંક લિન્દી
રાજગોર દાણી ઇન્સ્ટિટયૂટ
પાંચમો ક્રમાંક ચિ
જોશી ર.આર. લાલન કોલેજ
છથી 10 નંબરે
આવેલા સ્પર્ધકો
નિશા ધોળકિયા મનોવિજ્ઞાન વિભાગ
હર્ષિદાબા રાઠોડ મા આશાપુરા બી.એડ. કોલેજ
અનુરંજન મિશ્રા સરકારી વિજ્ઞાન કોલેજ, માંડવી
વિધિ મીરાણી લાણી
લો કોલેજ, આદિપુર
શ્રિયા ધોળકિયા જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ
મૌખિક અભિવ્યક્તિમાં વિવિધ વિષયની ઊંડાણપૂર્વકની છણાવટ
10 ફાઇનલિસ્ટે
મૌલિક અભિવ્યક્તિના રાઉન્ડમાં સ્પીકર ઓફ કચ્છ યોજવાની આવશ્યકતા, સ્પીકર ઓફ કચ્છની મારી
સફર, જો મને ભગવાન મળી જાય તો, એ
આવ્યો... એ.આઇ. આવ્યા, યુવાન તરીકે રાષ્ટ્રના વિકાસમાં
પ્ર્રદાન, સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય, માતા-પિતા ભૂતકાળ-વર્તમાન અને ભવિષ્યના, આહ
જિંદગી-વાહ જિંદગી જેવા વિષય પર ઊંડાણપૂર્વકની છણાવટ કરી હતી. રેપિડફાયર રાઉન્ડમાં
સ્પર્ધકોને તેમને પૂછાયેલા સવાલોના રોચક જવાબ આપી પોતાનું બુદ્ધિચાતુર્ય દેખાડયું
હતું. સ્પર્ધકોને ડ્રો પદ્ધતિથી બે કલાક પહેલાં વિષય ફાળવાયા બાદ તેમના મોબાઇલ લઇ
લેવામાં આવ્યા હતા.
આ છે સ્પીકર ઓફ કચ્છને પસંદ
કરનારા નિર્ણાયકો
સ્પીકર ઓફ કચ્છના નિર્ણાયક તરીકે
ડો. નરેશ ફિટર, હેમલબેન રાઠોડ અને આશિષ ખારોડે સેવા આપી હતી.
હેમલબેન રાઠોડ ભાવનગરની સેન્ટ
ઝેવિયર્સ શાળાના પ્રાયમરી વિભાગમાં 16 વર્ષથી કોમ્પ્યુટર શિક્ષક તરીકે
કાર્યરત છે તેમજ 11 વર્ષ સુધી શ્રીમતી ગાંધી મહિલા કોલેજમાં કોમ્પ્યુટર વિભાગના
કો-ઓર્ડિનેટર તરીકે કાર્ય કરેલ છે.
એસ.બી.આઈ. ટ્રેનિંગ સેન્ટરમાં વૂમન્સ એમ્પાવરમેન્ટ, નોન ગુજરાતી પ્રોબેશનરી
ઓફિસરને બોલચાલની ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો, બેન્ક
અધિકારીઓની રિટાયર્ડ બેચમાં હેલ્થ-ફૂડ, યોગ, લાઈફ સ્કિલ મેનેજમેન્ટના મોટિવેશનલ ગેસ્ટ સ્પીકર તરીકે 20 વર્ષથી
સેવા આપે છે.
નરેશ ફિટર (દિગ્દર્શક) નાટય
કલાકાર હોવાની સાથે ઉચ્ચ શિક્ષણના નિવૃત્ત અધિકારી છે. તેઓ વિવિધ યુનિ.માં સલાહકાર
તરીકે સેવારત રહી ચૂક્યા છે. તેમને વિવિધ ક્ષેત્રે એવોર્ડ પણ મળ્યા છે, તો અલગ-અલગ સ્પર્ધામાં
તેઓ નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી રહ્યા છે.
આશિષ ખારોડ-ભાવનગર યુનિ.માં
વિજ્ઞાનમાં સ્નાતક અને પત્રકારત્વમાં અનુસ્નાતક ડિપ્લોમા છે. શાળા-કોલેજ સમયમાં
વકતૃત્વ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તર સુધી ઝળક્યા છે. નાટય ક્ષેત્ર સક્રિયતા સાથે
સાહિત્ય અને કલાના બધા પ્રકારો તેઓ માણી રહ્યા છે. બે દાયકા સુધી રાજ્યના માહિતી
વિભાગમાં અને હાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ-જામનગરમાં જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત
છે.
`સ્પીકર
ઓફ કચ્છ'એ
મારાં જીવનમાં આત્મવિશ્વાસ વધાર્યો
સ્પીકર ઓફ કચ્છનો તાજ જેમના શિરે
મૂક્યો એવા જહાન્વીબા જાડેજાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, આ સ્પર્ધામાં તેમણે
ઝૂકાવ્યું જેના કારણે તેમની વકતૃત્વ કળાને નવી દિશા મળી છે, સાથોસાથ
મારાં જીવનમાં આત્મવિ શ્વાસની વૃદ્ધિ થઇ છે. આવાં આયોજનો સતત થતાં રહે તેવી લાગણી
આ પ્રથમ વિજેતા સ્પર્ધકે વ્યક્ત કરી હતી.