ગાંધીધામ, તા. 25 : અહીં કચ્છ બુલિયન ફેડરેશનના
સહયોગથી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જ્વેલર્સ એક્સપર્ટ પ્રોસેસ માટે બે દિવસીય
વર્કશોપ યોજાયો હતો. કચ્છભરના જ્વેલર્સ જોડાયા
હતા. ગાંધીધામમાં બુલિયન ફેડરેશનના સહયોગથી ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચંટ એસોસીએશન ગાંધીધામના
યજમાનપદે આયોજન કરાયું હતું. ભારત ઉડાન મિશનના સીઈઓ અને જેમ્સ એન્ડ
જ્વેલર્સ પ્રમોશન કાઉન્સિલના વક્તા અને ટેનર
અમિલ મુલાની દ્વારા માર્ગદર્શન અપાયું હતું. કંપનીના બંધારણ માટે કાનૂની જાણકારી અને દસ્તાવેજી પ્રક્રિયા, એક્સપોર્ટ માટેનું બજાર અને ઉત્પાદનની પંસદગી,
સરળ ઈ-કોમર્સ માટેની સરકારી
યોજના અને તક, સરળ એક્સપોર્ટ સાઈકલ ફાઈનાન્સ, બેંકિંગ, ટેક્સેશન સહિતના વિષયે માહિતી અપાઈ હતી. કચ્છના
વેપારીઓને કચ્છના સોના-ચાંદીના કારીગરો, આભૂષણોને આંતરરાષ્ટ્રીય
કક્ષાએ બજાર મળે તે માટે આ આયોજન ઉપયોગી બનશે, તેવું કચ્છ ફેડરેશનના
મહામંત્રી અશોકભાઈ ઝવેરીએ કહ્યું હતું. કચ્છ
બુલિયન ફેડરેશનના પ્રમુખ રાજુભાઈ પાટડિયા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પારેખ, સંસ્થાના પ્રોજેક્ટ
ચેરમેન હરીશભાઈ માંડલિયા, ગાંધીધામ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચંટ
એસો.ના પ્રમુખ હોતચંદભાઈ મલકાની દ્વારા વક્તાનું
સન્માન કરાયું હતું. આ ઉપરાંત ભાગ લેનારા તમામ જ્વેલર્સને જી.જે.ઈ.પી.સી. દ્વારા
પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હોવાનું ફેડરેશનના
મંત્રી દિનેશભાઈ સોનીએ જણાવ્યું હતું.