• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

અંગિયાના પિતા- પુત્રી નવી દિલ્હી પરેડ સમારોહમાં ભાગ લેશે

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 24 : તા. 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય  દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મોટા અંગિયા ગામની નાથબાવા મુક્તાબેન જગન્નાથ અને તેમના પિતા જગન્નાથ બાબુનાથ  હાજરી આપવા માટે જશે. પાણીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામોની પાણી બાબતે તાલીમ લઈ મહિલા સી. આર. પી.  એટલે પાણી બાબતે માહિતી એકત્રકીરણ અને ડેટા ઉપર કાર્ય કરેલ છે, જે ગામના ભૂગર્ભજળ વ્યવસ્થાપન મુદ્દે મહિલા દ્વારા સારું કાર્ય કરાયેલ છે, તેવા મહિલાઓ પૈકી ગુજરાતમાં પસંદગી પામી છે. મોટા અંગિયા ગામના બાલિકા પંચાયતના સક્રિય સરપંચ તરીકે મુક્તાબેને ખાસ સંચાલન કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd