કેરા (તા. ભુજ), તા. 10 : વેરિકોઝ વેનની સારવારની વાત આવે એટલે
વધુ સમય ઊભા રહી કામ કરનારની પગની ફૂલેલી નસોની
સારવાર એવી માન્યતા છે. વાસ્તવમાં શરીરની ન દેખાતી નસો પણ સરખી કરી શકાય છે. છેલ્લા
એક વર્ષમાં આવા બે હજારથી વધુ દર્દીઓને સારવાર ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં અપાઈ
છે. દર્દીઓ માટે લેટેસ્ટ ચીરફાડ વગરની વિશ્વસ્તરીય સારવાર આપતાં મૂળ કચ્છી એવા ડો.
તેજેન્દ્ર અશોક ખટાઉ રામાણી પ્રથમ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે જેણે માદરે વતનમાં
સેવા સ્વીકારી છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઇમાજિંગ ટેક્નોલોજી છે. સ્પેશિયલ એક્સ-રે,
સીટીસ્કેન, અલ્ટ્રાસાઉન્ડથી નિદાન કરી તેને કેથલેબ સાથે જોડીને વિવિધ રોગોની સારવાર
જેમાં કોઈ ચીરફાળ વગર વિવિધ પ્રકારની
નાની કેથેટર નાખી રોગની સારવાર થાય છે. સૂરજપરના એક યુવા દર્દીને જટિલ સર્જરીથી સાજા
કરાયા છે તો રાપરના યુવાનને મગજની નસોમાં ગાંઠ ઓગાળી જીવ બચાવ્યો હતો. વિગતો આપતાં
ડો. રામાણી કહે છે, વેસ્ક્યુલર પ્રોસિઝર અતિશય ફૂલેલી નસોની સારવાર (વેરીકોઝ વેઈન્સ) - લેટેસ્ટ
ગ્લુ થેરાપી, ડાયાબિટીક ફૂટ ગેંગરીન ન્યૂરો માટે મગજની ફૂલાયેલી નસ એન્યુરિઝમની સારવાર, ધમનીની ખોડખાપણની સારવાર, ફૂલાયેલી લોહીની નસની,
ગર્ભાશય ફાઇબ્રોઇડની સારવાર, ઘૂંટણનો દુ:ખાવો, થાઇરોઇડની ગાંઠ વિગેરે અનેક જાતની સફળ સારવાર કરાઈ છે, જેમાં ભોટાભાગના
દર્દીઓ કચ્છના છે. ડાયાલિસીસના દર્દીઓનું ફિસ્ટુલા બંધ હોય તેની ચાલુ કરવાની પ્રક્રિયા
માત્ર ટ્યૂમરને જ ઓગાળી નાખવું અથવા બાળવું, જેથી નોર્મલ કોષને નહિવત નુકસાન પહોંચે
તેવી સારવાર આશીર્વાદરૂપ બની છે. આવા 40થી વધુ દર્દીઓને જડમૂળથી રોગ દૂર કરાયા છે.
ડો. રામાણીની ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી પ્રત્યેનું સમર્પણ કચ્છના દર્દીઓ માટે નવી આશાઓ
જન્માવી છે. ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીએ દર્દીની સંભાળમાં પરિવર્તન લાવી દીધું છે. ડો.તેજેન્દ્ર
ઉમેરે છે કે કચ્છમાં આ ક્ષેત્રે પહેલ કરવા
બદલ ખૂબ ગર્વ છે, જે જરૂરિયાતમંદોને નવી આશા અને લેટેસ્ટ ટેક્નોલોજીથી સારામાંસારો
ઉપચાર આપે છે.