• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

રાપરને સતાવતા પેયજળની ઓછી સંગ્રહ ક્ષમતા ઉપર થયું મંથન

રાપર,  તા. 20 : રાપરને પેયજળ પૂરું પાડતી નર્મદા કેનાલ જ્યારે બંધ હોય ત્યારે રાપરની જનતાને પીવાનાં પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. રાપર પાસે પેયજળ સ્ટોરેજ માટે નગાસર તળાવ રીઝર્વ રાખવામાં આવ્યું છે, પરંતુ ઓછી સંગ્રહ ક્ષમતા અને પાણી ખરાબ થઈ જવાનાં કારણે લોકોને પીવાનાં પાણી માટે મુશ્કેલી પડતી હોય છે. આ પ્રશ્નના ઉકેલ માટે નગાસર તળાવ સિવાય અન્ય વૈકલ્પિક વ્યવસ્થાની પણ વિચારણા ચાલી રહી છે, ત્યારે આજે આ નગાસર સ્ટોરેજને જ ઊંડું કરી પાણીની ક્ષમતા વધારવા, જિયો મેમરન્ડ સીટ કે જે તળાવને તળીયે પાથરવામાં આવતી પાતળી ડામરની સીટ જે પાથર્યા પછી પાણીમાં ઘાસ કે એવી વનસ્પતિ, શેવાળ કે લીલ થતી ન હોવાથી પાણી બગડતું પણ ન હોવાનું નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે અને નગરપાલિકાના આશિષ ગોસ્વામીએ જણાવ્યું હતું, તો નગરપાલિકા દ્વારા તળાવને ઊંડું કરવાનું ટેન્ડરીંગ પણ થઇ ગયું હોવાનું નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢાએ જણાવ્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ નગાસર તળાવની મુલાકાત લઈ વિગતો મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang