ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 4 : રણ, ડુંગર
અને દરિયાની કુદરતી સંપદા આખા દેશમાં કચ્છ
જિલ્લો એકમાત્ર છે. એ જ રીતે એક જ જિલ્લામાં પ્રવાસન અને ઔદ્યોગિકીકરણનો વિકાસ
એકસાથે થયો હોય તેવો જિલ્લો પણ દેશમાં કચ્છ જ એકમાત્ર છે. કચ્છના આતિથ્યની નામના વિશ્વભરમાં
છે. પ્રવાસન અને ઔદ્યોગિકીકરણના વિકાસ થકી કચ્છના હોટેલ ઉદ્યોગને એક નવી ઉંચાઈ મળી છે અને
આ કારણે જ કચ્છમાં હવે તાજ ગ્રુપની કંપનીની હોટેલોનું પદાર્પણ પણ થયું છે. આ સાથે કચ્છના હોટેલ ઉદ્યોગના ક્ષેત્રમાં નવા યુગના
મંડાણ થયા છે. કચ્છના ભાવિ ઔદ્યોગિક વિકાસને જોતાં હજુ પણ આ ક્ષેત્રના પુરતા વિકાસની
સંભાવનાઓ હોવાનું જાણકારો કહી રહ્યા છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં સૌપ્રથમ પંચતારક
હોટેલ રેડિશનનો આરંભ ગાંધીધામ ખાતેથી થયો. તાજેતરમાં જ ભૂકંપ બાદ શરૂ થયેલા અને રાજસ્થાન
સંસ્કૃતિની ઝલક દર્શાવતા હોલીડે વિલેજ રિસોર્ટ માટે તાજેતરમાં જ તાજ ગ્રુપની ઈન્ડિયન હોસ્પિટાલીટી
કંપની દ્વારા ગેટ-વે રિસોર્ટના નિર્માણ અંગેના કરાર થયા. હોલીડે ગ્રુપના પોદાર ગ્રુપ સાથે આઈ.એચ.સી.એલ.ના એકઝીકયુટીવ વાઈસ પ્રેસિડેન્ટ સુમા વેંકટેશે જણાવ્યું
હતું કે કંડલા મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રે અપાર
સંભાવનાઓ સાથેનું?ઉભરતું બજાર છે, ત્યારે આ કરારથી સમગ્ર ભારતમાં કંપનીની સેવા વિસ્તારવાનો
પ્રયાસ કરાયો છે. એસ. પોદાર ઈન્ટરનેશનલના ડિરેકટર
સંજય પોદારે ગેટ-વે બ્રાન્ડને કંડલામાં લાવવા માટે ઉત્સાહીત હોવાનું જણાવી આ હોટેલ
વિશ્વકક્ષાના હોસ્પિટાલીટીનો અનુભવ કરાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. કચ્છમાં
હોટેલ ઉદ્યોગમાં ગાંધીધામ અગ્રેસર રહ્યું છે. કચ્છમાં પ્રથમ રિસોર્ટ સ્વ. અશોક શર્મા
દ્વારા ગળપાદર ખાતે શરૂ કરાયો હતો. કચ્છના
આ પ્રથમ રિસોર્ટને 5ણ હાલ નવું સ્વરૂપ આપવામાં
આવી રહ્યું છે. આજે અદાણી પોર્ટ?કાર્યરત થયા
બાદ મુંદરા, ભુજમાં અનેક કંપનીની ચેન હોટેલો, રિસોર્ટનો વિકાસ થયો છે. ઉદ્યોગ અને
વૈશ્વિક સ્તરે ચમકેલા સફેદ રણ, માંડવી, ભુજનું સ્મૃતિવન, માતાના મઢ, નારાયણ
સરોવર, વિશ્વ ધરોહર ધોળાવીરા સહીતના પ્રવાસન
સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની
રહ્યા છે. સાપેડા ખાતે આવેલી હોટેલ ફર્નના ધવલ આચાર્યએ જણાવ્યું હતું કે, હોટેલ ઉદ્યોગને
પ્રવાસન અને ઔદ્યોગિકીકરણનો સારો લાભ મળી રહ્યો છે. ગાંધીધામમાં પણ હજીનવી હોટેલો શરૂ
થવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. હજુ પણ ભાવિ
વિકાસને જોતા વ્યાપક તકો રહેલી છે. આ ઉપરાંત ડેસ્ટીનેશન વેડીંગ માટે પણ કચ્છની હોટેલો
બહાર વસવાટ કરતા લોકો માટે પસંદનું સ્થળ છે. ડીસેમ્બર 16 સુધી એક
પણ રૂમ ઘણી હોટેલોમાં ખાલી નથી. કચ્છના હોટેલ ઉદ્યોગની પીડા હોય તો એ છે અપુરતી વિમાનીસેવા, હાલ ઓછી વિમાનીસેવાના કારણે
ઘણા પ્રવાસીઓ કચ્છ આવવાનું ટાળે છે, ત્યારે
જો પૂરતી વિમાનીસેવા શરૂ થાય તો હજુ પણ ઘણો લાભ હોટેલ ઉદ્યોગને મળી શકે.
ગાંધીધામ ખાતે કચ્છની પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ શરૂ કરનારા રેડિશન કંડલાના એમ.ડી. મુકેશ
આચાર્યએ ઉદ્યોગ અને પ્રવાસનનો એકસાથે વિકાસ
થયો હોય તેવો પ્રથમ જિલ્લો છે. બન્ને બાબતનો લાભ હોટેલ ઉદ્યોગને મળે છે. હોટેલ ઉદ્યોગનું
ભવિષ્ય ખૂબ જ ઉજળું હોવાનું કહી ઉદ્યોગોના
વિકાસની સાથે ત્રણ પોર્ટ એક જ જિલ્લામાં હોય તેવો પણ કચ્છ એકમાત્ર જિલ્લો છે ત્યારે
હજુ પણ હોટેલ ઉદ્યોગને તેનો લાભ મળતો રહેશે તેવું ઉમેર્યું હતું. આગામી સમયમાં ડી.પી.
વર્લ્ડ, કંડલા બંદરે હાઈડ્રોજન હબ, કચ્છમાં હજુ પણ અનેક ઉદ્યોગો પાઈપલાઈનમાં છે ત્યારે
આગામી સમયમાં આ ક્ષેત્ર હજુ પણ વિકસશે અને વ્યાપક yરોજગારીની તક પણ ખુલશે.