• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

સોનલધામ ખાતેની ગરબીમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કોડાય (તા. માંડવી), તા. 11 : મોટી ખાખર ચારણ સમાજ દ્વારા સોનલધામ ખાતે યોજાતી નવરાત્રિમાં અંગદાન અંગે જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આધુનિકતાની અસર વચ્ચે કચ્છમાં હજી પણ એવી ઘણી ગરબી છે જે પરંપરાગત રીતે ઉજવાય છે. એવી જ એક સોનલધામ ખાતે ઉજવાતી ગરબીમાં માતાજીની ભક્તિ સાથે સમૂહ મહાપ્રસાદ યોજાય છે. ગરબીની મહાઆરતીમાં અંગદાન માટે સમાજમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઇ ગઢવી, તાલુકા પંચાયત મુંદરાના ઉપપ્રમુખ તથા મુંદરા ટી.ડી.ઓ. શ્રી ત્રિવેદીના હસ્તે વિશેષ કાર્યક્રમ કરાયો હતો. સમગ્ર આયોજનને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કથાકાર કશ્યપ શાત્રી, હરિભાઇ ગઢવી, દેવલબેન ગઢવી તથા અન્ય કલાકારોએ ઉપસ્થિત રહી બિરદાવ્યું હતું. ગરબીમાં આજુબાજુના પંથકના તમામ સમાજના લોકો ભાગ લે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang