• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

જેની પાસે પરિગ્રહરૂપી ધન હોય તેને સમાજમાં માનભર્યું સ્થાન મળે

ભુજ, તા. 11 : જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય મહાશ્રમણજી દ્વારા ભગવાન મહાવીર યુનિ. ખાતે નવરાત્રિ અનુષ્ઠાન કરાવ્યા બાદ મંગળ પ્રવચનમાળા યોજાઈ હતી. સંબોધનમાં આચાર્યે રતન ટાટાનાં નિધન પર તેમનો આત્મા આદ્યાત્મિક પ્રગતિ કરે અને મોક્ષ પ્રાપ્ત કરે તેવી મંગળ કામના કરી હતી અને અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી દ્વારા રતન ટાટાજીને અણુવ્રત એવોર્ડ અપાયો તે પ્રસંગને યાદ કર્યો હતો. ઉપદેશ આપતાં જણાવ્યું કે, જેમની પાસે પરિગ્રહરૂપી ધન હોય તે સમાજમાં માનભર્યું સ્થાન મેળવે છે, પરંતુ જે આસક્તિથી મુક્ત હોય, અપરિગ્રહી હોય તેને ત્રણે લોકના નાથ કહેવાય છે. અકિંચન, ત્યાગી અને આસક્તિ વિનાના સંતને નાયક કહેવામાં આવે છે. સુરત તેરાપંથ મહિલા મંડળ પ્રમુખ ચંદા ભોગરેનાં માર્ગદર્શન હેઠળ સમૃદ્ધ રાષ્ટ્ર પ્રોજેક્ટ અંતર્ગત ધૂમકેતુ પ્રા. શાળા અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રા. શાળાને દત્તક લઈ સંસ્કાર કાર્યશાળાનું આયોજન કર્યું હતું. શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્યએ પ્રેરણા આપી કહ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર કેળવવા જોઈએ. સદ્ભાવના, નૈતિકતા અને નશામુક્તિની ભાવના કેળવવા આચાર્યે સંકલ્પ કરાવ્યા હતા, તેવું મહેશ મહેતાએ યાદીમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang