• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

અંજાર ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં 120 વિદ્યાર્થીએ ભાગ લીધો

અંજાર, તા. 11 : મહારાણી ગંગાબા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ કચેરી, જેસલ તોરલ શાળા વિકાસ સંકુલ પ્રેરિત તથા બીના પરીખ સ્કૂલ ફોર એક્સેલેન્સના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના માધ્યમિક વિભાગના ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેક્નોલોજી આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે ત્રિકમદાસજી મહારાજ, ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, પાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી, ડો. અશ્વિનસિંહ વાઘેલા, શાળા વિકાસ સંકુલના કન્વીનર વિપુલગિરિ ગોસ્વામી, સહકન્વીનર જયેશ પીઠડિયા, ડી. વી. સ્કૂલના ઉમેશભાઇ વ્યાસ, કે.પી.જી.એસ.ના ચેરમેન મયંકતભાઇ પરીખ, વિભા પરીખ, મેનેજિંગ ડાયરેક્ટર ખુશાલી પરીખ, આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25માં સરકારી, ખાનગી એમ 40 શાળાના 120 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખોરાક, આરોગ્ય, સ્વચ્છતા, પરિવહન અને સંચાર, કુદરતી ખેતી, મેથેમેટિકલ મોડેલિંગ, કોમ્પ્યુટેશન થિંકિંગ તથા આપત્તિ વ્યવસ્થાપન-વેસ્ટ મેનેજમેન્ટ-રિસોર્સ મેનેજમેન્ટ એમ પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા શાળાની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે ડો. એચ. એમ. દવે, સી. કે. દવે, નિકુંજભાઇ પાઘડાળ, હિતેશભાઇ રાવલ, ડી. જી. દવે, એમ. આર. લોઢા, એ. એચ. ભીંડે, દિનેશ પ્રજાપતિ, હસમુખભાઇ આહીર, ક્રિષ્નાબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કવિતા શર્મા, રિયા સોમેશ્વરે કર્યું હતું. શાળાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang