• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છના કાર્ટૂનિસ્ટને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય એવોર્ડ

નવી દિલ્હી, તા. 6 : પ્રેસ કાઉન્સિલ દ્વારા પત્રકારિત્વમાં મહત્ત્વના યોગદાન બદલ પીઢ પત્રકાર વિશ્વનાથ સચદેવને રાજા રામમોહન રાય એવોર્ડ જાહેર કર્યો હતો, તો કચ્છમિત્રથી કારકિર્દીની શરૂઆત કરનારા અને હાલમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં સિનિયર ઈન્ફોગ્રાફિક્સ ડિઝાઈનર તરીકે ફરજ બજાવતા અશોક અદેપાલને બેસ્ટ ન્યૂઝપેપર આર્ટ : કાર્ટૂન, ઉપહાસચિત્રો અને ચિત્રણની કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષા જસ્ટિસ રંજના પ્રકાશ જોશી અને સેક્રેટરી ધીરજ કાકડિયાની ઉપસ્થિતિમાં વિવિધ કેટેગરીમાં 1પ પત્રકાર-તસવીરકારોને એવોર્ડ અપાયા હતા. જેમાં મૂળ કચ્છના અશોક અદેપાલને પણ એવોર્ડ એનાયત કરાયો હતો.  દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં નિયોમિતા બાર્તાના જીતુ કલિતા અને માતૃભૂમિના એ.કે. શ્રીજીતની ઉત્કૃષ્ટ પત્રકારિત્વના રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઈ હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang