• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હાડકાનો કોઇ પણ દુ:ખાવો અતિશય પીડાકારક છે...

આમ તો શરીરનું પ્રત્યેક અંગ વ્યક્તિના સુસ્વાસ્થ્ય માટે જરૂરી છે, પરંતુ ગરદન અને પીઠ એ દરેક માટે મહત્ત્વના અંગ છે. જો આ અંગ બીમારીના ભોગ બને કે તેમાં પીડા ઊઠે તો વ્યક્તિ માટે સુપેરે કામ કરવું અઘરું થઇ પડતું હોય છે. `નેશનલ બોન એન્ડ જોઇન્ટ્સ ડે' એટલે કે રાષ્ટ્રીય હાડકાં અને સાંધા દિવસ નિમિત્તે લોકોમાં  જાગૃતિ આવે તે માટે કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા `કચ્છમિત્ર'ની મીડિયા પાર્ટનરની ભૂમિકામાં જાગૃતિ સપ્તાહ ઊજવાઇ રહ્યું છે, ત્યારે વધુ એક મણકાસ્વરૂપે ડો. તુષાર વેગડ દ્વારા સાંધાના ઘસારા, આર્થરાઇટીસ, સંધિવા સહિતના દર્દ પર જાણકારી આપવામાં આવે છે. - સાંધાનું સામાન્ય માળખું :  બે કે તેથી વધુ હાડકાઓ એકમેકના સાંધાનાં કારણે જોડાય છે. -તમામ સાંધાઓનું સરળ માળખું હોવાથી સરળ રીતે શરીરનું હલનચલન કરી શકે છે. - સાંધાનો ઘસારો ? : હાડકાના ઘસારાના કારણે સાંધાના સ્વરૂપમાં ફેરફાર થવાથી દુખાવો ઉત્પન્ન થાય છે. શરીરના કયા સાંધાઓમાં અસર થાય ? સાંધા એટલા વાંધા- સામાન્ય રીતે ઘૂંટણ, પગ, હાથ, કરોડરજ્જુ, થાપા અને પગમાં દ:yખાવાનો સમાવેશ થાય છે. જે નિયમિત રોજનીશીમાં વિક્ષેપ પહોંચાડે છે અને ક્યારેક અકસ્માત પણ નોતરે છે. - આર્થરાઇટીસનાં લક્ષણો :  હલનચલન કે દિવસભર દુ:ખાવો, મહદઅંશે સવારે કે  સૂતી વેળાએ વધુ થાય છે, માંસપેશીઓની નબળાઇ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વા-સાંધાનો દુ:ખાવો થવાનાં પરિબળો જોઇએ તો- (1) ઉંમર (2) મેદસ્વિતા (3) કસરતનો અભાવ, બેઠાડુ જીવન (4) વધુ વજન ઊંચકવું (5) અકસ્માત ઉપરાંત કેલ્શીયમ, વિટામિન-ડીની ખામી, હાડકાનો ઘસારો વગેરે અસર કરે છે.  - નિદાન કઇ રીતે થઇ શકે? : સૌપ્રથમ તબીબી પરીક્ષણના આધારે એકસ-રે થયા પછી એમઆરઆઇ, સીટી સ્કેન કે લોહી પરીક્ષણ કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. તેમાં શરૂઆતના તબક્કામાં જોખમરહિત સારવારથી રાહત થઇ શકે છે. - સંધિવા એટલે શું ? : સંધિવાના પ્રકારો પૈકી ગઠિયો વા જેમાં થાપાના હાડકાને અસર પહોંચાડે છે, પરંતુ તબીબી પરીક્ષણ બાદ દવાથી મટી શકે છે. દેશી ઓસડિયાથી દૂર રહેવું, કારણ કે તે લાંબા સમયે રાહત કરે છે જે અત્યંત નુકસાનકારક છે.- સર્જરી : મોટે ભાગે ઓપરેશન જરૂરી હોતું નથી, પરંતુ જો સારવાર દરમિયાન સુધારો ન થાય તો ઓપરેશનની સલાહ આપવામાં આવે છે.  - સર્જરી અટકાવવા માટે શું કરવું ? : ઉદાહરણ તરીકે, ઘૂંટણ અને થાપાના સાંધાની ફેરબદલી, સાંધામાં નુકસાન થયેલા હાડકાના સ્થાને મેટલિક ઇમ્પલાન્ટ દ્વારા સરળ હલનચલનની પ્રક્રિયા સંભવ કરી શકાય છે. સ્પેશિયલ કેમેરાની મદદથી સાંધાની સ્થિતિ જાણી શકાય છે, સાંધાની મૂળ સ્થિતિનો વળાંક ગોઠવાઇ જવાથી સર્જરી નિવારવી શકય છે. - જોઇન્ટ બદલાવવાના પ્રકાર :  માળખાકીય કે અંશત: બદલાવના કિસ્સામાં માત્ર પસંદિત હાડકાને બદલી શકાય છે, થાપાના કોઇપણ એક હાડકામાં બદલાવ થાય છે, જ્યારે બંને હાડકા બદલી શકાતા નથી, જો બંને જોડાણ બદલાવ વખતે સંપૂર્ણ થાપા કે ઘૂંટણના જોડાણ બદલ્યા હોય તો. મારા શરીરના સાંધાઓ હંમેશ માટે ટકાઉ રહેશે ? -જી નહીં, શરીરના કોઇપણ હાડકા બદલ્યા હોય તો પણ 20થી 25 વર્ષ સુધી ટકી શકે છે, તેથી કોઇપણ સાંધા કાયમ માટે નહીં, પરંતુ જો તેથી જીવનશૈલીમાં ફેરફાર કરવાથી મહદઅંશે વા-સાંધાનો દુ:ખાવો મટી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang