કેરા (તા. ભુજ), તા. 5 : જેણે અત્યાર
સુધી 51 હૃદય પ્રત્યારોપણ, છ ફેફસાં પ્રત્યારોપણ કર્યા છે તેવા ગુજરાતના
અગ્રિમ કાર્ડિયોથારાસિક, વાસ્ક્યુલર સર્જન ડો. ધીરેન શાહના નામે
13000થી વધુ બાયપાસ સર્જરી જુદી
જુદી સાત પદ્ધતિથી પાર પાડવાનો વિક્રમ છે. ત્યારે ગાંધીધામમાં મેડિકલ કેમ્પમાં તેઓ
કચ્છમાં છે ત્યારે `દિલ'ની વાત અહીં પ્રસ્તુત છે. હૃદને અસ્થાઈરૂપે બંધ
કરી કરાતી સર્જરી, ધબકતા હૃદયે સર્જરી, પગની નસોના બદલે ડાબી-જમણી આંતરિક ધમનીઓનો ઉપયોગ દ્વારા સર્જરી, પાંસળીઓ વચ્ચે નાના ચીરા દ્વારા કરાતી સર્જરી, જેમાં
છાતીના પીંજરાને વચ્ચેથી ખોલવામાં નથી આવતું જેથી ઝડપી રીકવરી થાય છે, રોબોટીક હાર્ટ સર્જરી, હાઈબ્રીડ કોરોનરી બાયપાસ સર્જરી
જેમાં લીમા ગ્રાફટનો ઉપયોગ કરીને એક મુખ્ય ધમનીને બાયપાસ કરવામાં આવે છે. વર્ષોના અનુભવ
દ્વારા સ્વસુઝથી લાવેલા બદલાવના કારણે દર્દીના હૃદય સુધી પહોંચતા ધીરેન શાહ મેડિકલ
જગતના માધ્યમે દર્દીના હૃદય જ નહીં દીલ સુધી પહોંચી મૂકયા છે. હૃદયઘાતના કિસ્સામાં
અવરોધ સુધી પહોંચવામાં દર્દીના શરીરની બનાવટ પ્રમાણે કામ લેનાર ડો. શાહ આજે ગાંધીધામમાં
મેડિકલ કેમ્પમાં આવી રહ્યા છે. 51 હૃદય, 6 ફેફસાં પ્રત્યારોપીત કરનાર ડો. શાહ અંગદાનના
પ્રેરક અને કચછમાં કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના માધ્યમે માતૃભૂમિનું
ઋણ અદા કરવાની ભાવનાથી કામ કરનાર નાડપારખું ડોકટર છે. વિશ્વભરના ગણ્યા ગાંઠયા કુશળ
કાર્ડિયાક સર્જનોમાં સ્થાંકિત આ કચ્છી માડુ મરૈંગો સિમ્સની બ્રાન્ડ છે. તેઓ કચ્છમિત્રને
કહે છે, હૃદય તે વ્યક્તિ જેટલું જ અનોખું છે. સાત બાયપાસ
તકનીકો જે તે દર્દી માટે સૌથી સલામત, અસરકારક બની છે. પીડા ઘટે
છે જલ્દી સાજા કરે છે. કામ કામને શીખવાડે, અઢી દાયકાની આ યાત્રાએ
મને ઘણું શીખવ્યું છ. દર્દીઓનો મારા પરનો વિશ્વાસ ઈશ્વર કૃપાએ મજબૂત બન્યો છે. આશા
છે કચ્છમાં પણ સ્થાનિકે આવી વળતર પદ્ધતિઓથી સારવાર શક્ય બનશે.