• રવિવાર, 06 જુલાઈ, 2025

આડેસર ચેકપોસ્ટ પાસેથી 19.11 લાખનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 5 : આડેસર ચેકપોસ્ટ પાસેથી પોલીસે ટ્રકમાં  મગફળીના કોથળાઓની આડ  તળે  આવતા રૂા.19,11,360 લાખના શરાબનો જથ્થો પકડી પાડયો હતો. પોલીસે આ  કાર્યવાહીમાં વાહનચાલકની ધરપકડ કરી હતી. દારૂની બદીને નાથવા માટે  પોલીસતંત્ર સતત પ્રયત્નશીલ છે. કચ્છમાં  અંગ્રેજી દારૂનો જથ્થો ઘૂસાડવાનો કારસો પૂર્વ કચ્છ પોલીસે વિફળ બનાવ્યો હતો. સાંતલપુરથી આડેસર તરફ આવતી ટાટા કંપનીની ટ્રક નં. જીજે-08-એયુ-6438માં  અંગ્રેજી દારૂનો જથ્થો આવતો હોવાની પૂર્વ બાતમીના  આધારે આડેસર પોલીસે વોચ ગોઠવી હતી. આડેસર ચેકપોસ્ટ પાસે  પૂર્વ બાતમી  મુજબના આ વાહને રોકાવીને તપાસ હાથ ધરવામાં આવી  હતી. દરમ્યાન તેમાંથી  ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકની છાનબીન દરમ્યાન  તેમાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર  500 એમએલના 768 ટીન કિં. રૂા.1,68,960,   કન્ટ્રી કલબ  વ્હીસ્કી 750 એમએલની 240 બોટલ  કિં. રૂા.2,64,000, વાઈટસેસ વોડકા ઓરેન્જ ફ્લેવર 750 એમએલની  બોટલ નંગ 588  કિં. રૂા.6,46,800 તથા  ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હીસ્કી 750 એમએલની 756 બોટલ કિં. રૂા.8,31,600નો મુદ્દામાલ હસ્તગત લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં વાહનચાલક આરોપી  જાનુખાન અલીખાન મથુજા મહેર પઠાણની ધરપકડ સાથે  ટ્રક કિં.રૂા.15 લાખ, મગફળીના કોથળા નંગ. 232 કિં. રૂા. 5.80 લાખ , મોબાઈલ કિં. રૂા.5 હજાર સહિત કુલ રૂા.39,69,390નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સામેલ  દારૂનો જથ્થો મોકલનારા આરોપી સુનીલ ચૌધરી (રહે. પંચપદારા નજીક આવેલા રિફાઈનરી સામે આવેલા ગામ, પંચપદરા, જિ. બાલોત્રા) તથા અંગ્રેજી દારૂ મંગવનારા આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે. દારૂના જથ્થો મગફળીના કોથળા તળે કચ્છમાં આવતા હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ કામગીરીમાં આડેસર પી.આઈ. જે.એમ. વાળા, પ્રો.હે. શરીષભાઈ, વિજયસિંહ, અણદાભાઈ, સંજયભાઈ સહિતનો સ્ટાફગણ જોડયો હતો.  

Panchang

dd