• રવિવાર, 06 જુલાઈ, 2025

ડુમરાથી કોટાયા પાટિયા વચ્ચે ગાડીમાંથી 99 હજારનો શરાબ અંકે

ગાંધીધામ, તા. 5 : પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ ટુકડીએ  ડુમરાથી કોટાયા પાટિયા વચ્ચે એક ગાડીમાંથી  રૂા. 99,160નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ  દરોડામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ડુમરાથી કોટાયા પાટિયા વચ્ચે એચ.પી. પેટ્રોલપંપના  પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં ફોરવ્હીલ ગાડીમાં દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ થતું હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસ આ સ્થળે ત્રાટકી  હતી. પોલીસ આ સ્થળે પહોંચી ત્યારે દારૂના જથ્થાને સગેવગે કરવાની પેરવી ચાલતી હતી. આ દરોડોમાં  ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 78 બોટલ  કિં.રૂા. 88,600 તથા બીયર ટીન નંગ. 46   કિં.રૂા.10560નો જથ્થો  મળી આવ્યો હતો. આ ગુનામાં  નામીચા બુટલેગર ભાવેશ નારાણ ગઢવી (રહે. કોટાય,તા. માંડવી)ની ધરપકડ કરી હતી. પોલીસે ગાડી નં. જીજે. 12.જે.1701 કિં.રૂા.1 લાખ, પાંચ હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂા.2,04,160નો મુદ્દામાલ હસ્તગત લીધો હતો. આ ગુનામાં સામેલ આરોપી ભાવસંગ રાઠોડ (રહે. ડુમરા, તા. અબડાસા)ને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે. 

Panchang

dd