• રવિવાર, 06 જુલાઈ, 2025

ભુજમાં ઘાતક હથિયારો સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 5 : મોહરમ-તજિયાના તહેવારની ઉજવણીને શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતી પોલીસને બાતમી મળતાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના રહેણાકની ઝડતી લેતાં છરી, ધોકા અને કુહાડી તથા ગુપ્તી સાથે આરોપીને ઝડપી કાર્યવાહી કરાઇ હતી. એસઓજીને બાતમી મળી હતી કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા મહમદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા (રહે. અપનાનગર, સેજવાળા માતમ, ભુજ)ના રહેણાક મકાનમાં ગેરકાયદે હથિયાર રાખ્યાં છે. બાતમીના પગલે એસઓજીની ટીમે મકાનની ઝડતી-તપાસ દરમ્યાન બે છરી, બે લાકડાંના ધોકા, કુહાડી તથા ગુપ્તી મળી આવતા આરોપી મહમદ હનીફ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે હથિયારબંધી ભંગ બદલનો ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરાઇ હતી. 

Panchang

dd