• રવિવાર, 06 જુલાઈ, 2025

સાપેડા એસઆરકે ઈન્સ્ટિટયૂટે આઈઆઈટી મદ્રાસ સાથે એમ.ઓ.યુ. કરી શિક્ષણક્ષેત્રે નવી દિશા ખોલી

અંજાર, તા. 5 : તાલુકાના સાપેડામાં આવેલી એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટ દ્વારા સ્વયં પ્લસ તળે આઈ.આઈ.ટી. મદ્રાસ-ચેન્નાઈ ખાતે મહત્ત્વના એમ.ઓ.યુ.  કરવામાં આવ્યા હતા. જેનાથી કચ્છનાં શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો છે. વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોમાં ભાગ લઈ શકશે.  સ્વયં પ્લસ એ ભારત સરકાર અને આઈ.આઈ.એમ. મદ્રાસ દ્વારા શરૂ કરાયેલો એક અભિન્ન પ્રયાસ છે, જેમાં વિદ્યાર્થીઓને અદ્યતન, કાર્યક્ષમ અને ઉદ્યોગમૂખી પાઠયક્રમો ઉપલબ્ધ થાય છે. આ  કરાર હેઠળ એસ.આર.કે. કોલેજના  વિદ્યાર્થીઓ હવે 400થી વધુ અભ્યાસક્રમમાં પ્રગટતા જાણીતા ઉદ્યોગ વિશેષજ્ઞો પાસેથી ડિજિટલ માધ્યમ દ્વારા શિક્ષણ લઈ શકશે. આ અભ્યાસક્રમમાં ડેટા સાયન્સ, એ.આઈ., મેનેજમેન્ટ, ફિનટેક, ડિજિટલ માર્કાટિંગ, સાઈબર સિક્યુરિટી, સ્ટાર્ટઅપ્સ માટે સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ થાય છે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના અને કારકિર્દીવર્ધક અભ્યાસક્રમ પસંદ કરી શકશે. અભ્યાસપૂર્ણ થયા  બાદ આઈ.આઈ.ટી. મદ્રાસ અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી માન્ય પ્રમાણપત્ર  આપવામાં આવશે. આ કોર્સ ઉદ્યોગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા છે. કોલેજના વિદ્યાર્થીઓ હવે નોકરી મેળવવા માટે અને નોકરી આપવા માટે વધુ તૈયાર હશે. એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટના  સંસ્થાપક  અરજણભાઇ કાનગડે કહ્યું  કે, આ કરાર  કોલેજને રાષ્ટ્રીયકક્ષાના એકેડેમિક નેટવર્ક સાથે જોડે છે, હવે અમારા વિદ્યાર્થીઓને માત્ર કોલેજના વર્ગરૂમ સુધી નહીં, પણ રાષ્ટ્રીય અને વૈશ્વિક શિક્ષણ મંચ સુધીની પહોંચ મળશે. અમે દરેક વિદ્યાર્થીને ટેકનોલોજી, નોલેજ અને સ્કિલથી સજ્જ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. કેમ્પસ હેડ ડો. સુરભી આહીરે આ ક્ષણને ગૌરવસભર ગણાવતા  ઉમેર્યું હતું કે,આ  એમ.ઓ.યુ. સાથે વિદ્યાર્થીઓ માટે અનંત અવસરોના દ્વાર ખુલી ગયા છે. અમારી પ્રતિબદ્ધતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપી રહી છે. અમારી સંસ્થા માત્ર શિક્ષણ આપતું સંસ્થાન નથી, પંરતુ વિદ્યાર્થીઓનાં ભવિષ્યને પાંખો આપતુ દૃઢ મંચ છે. આચાર્ય નિર્દેશ બુચે જણાવ્યું હતું કે, આઈ.આઈ.ટી. મદ્રાસ સાથે કરાર થવાથી આપણા વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્ટાન્ડર્ડનું શિક્ષણ અને સ્કિલ્સ પ્રદાન કરશે. ભવિષ્યમાં આઈ.આઈ.એમ. મદ્રાસ સ્ટુડન્ટ એક્સચેન્જ, ફેકલ્ટી ડેવલપમેન્ટ અને નોલેજ ટ્રાન્સફર જેવા વિવિધ આયામો સર કરવાના પ્રયત્નો પણ હાથ ધરાશે. આ કરાર દ્વારા  એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટ વિવિધ પ્રકારના ટ્રાનિંગ, વર્કશોપ અને ઈન્ડસ્ટ્રી ઇન્ટરફેસિંગ કાર્યક્રમો પણ યોજશે, જેથી વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ તાલીમ પણ મળી શકશે. 

Panchang

dd