• રવિવાર, 06 જુલાઈ, 2025

ઇમામ હુસેનની શહાદતના અર્થ-મહત્ત્વ પર પ્રકાશ પડાયો

ભુજ, તા. 5 : ઇમામ હુસેનની યાદમાં મિન્હાજુલ કુર્આન ઇન્ટરનેશનલ ઇન્ડિયા ભુજ દ્વારા ભાવનાત્મક પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં વિશેષ રીતે ઉપસ્થિત રહેલા હઝરત અલ્લામા ઉબેદુલ્લાખાન આઝમીએ ઇમામ હુસેનની શહાદતના અર્થ તેમજ મહત્ત્વ પર વિશેષ પ્રકાશ પાડયો હતો. તેમણે કરબલા જેવી ઐતિહાસિક ઘટનાને યાદ કરી ઇમામ હુસેનના પરિવારજનોએ જે કઠિન પરિસ્થિતિ વેઠી તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાત્મા ગાંધીના એ વિધાનને ટાંકતાં કહ્યું કે, રાષ્ટ્રપિતાએ પણ કહ્યું હતું કે, તેમને દેશની આઝાદીની લડાઇ લડવા માટે સંઘર્ષની પ્રેરણા ઇમામ હુસેનની શહાદતમાંથી મળી હતી. કાર્યક્રમમાં હાજી જુમા રાયમા, હાજી યાકુબ સોની, ઉસ્માન ગની, ઝુબેર હકડા, શબ્બીર હકડા, ઇમરાન ચૌહાણ, રમીઝ હકડા, અઝીમ કુંભાર, ઇમ્તિયાઝ મેમણની સાથે મિન્હાજ યુવક અને મહિલા પાંખના સભ્યો હાજર રહ્યા હતા. 

Panchang

dd