• મંગળવાર, 25 જૂન, 2024

બાડા ગામનો છાત્ર ગૂગલ પાયથોન કોર્સમાં ઝળક્યો

માંડવી, તા. 26 : મૂળ બાડાના હાલે અમદાવાદ રહેતા હેતાંશ પ્રતીકભાઇ હરિયાએ માત્ર નવ વર્ષની ઊંમરમાં ગૂગલ પાયથોન કોર્સમાં 88.75 ટકા-માર્કસ મેળવીને  બાડા ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ચાર મોડયુલની પરીક્ષા 50 મિનિટ ચાલી હતી અને તેના પ્રશ્નો ગૂગલમાંથી સીધા આવ્યા હતા. પાયથોન એવો પ્રોગ્રામ છે, જેનો ઉપયોગ નાનામાં નાની ગેમ ડેવલપ કરવામાં થાય છે. હેતાંશ હરિયાના દાદા અનિલભાઇ રામજી હરિયા ગામના શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે. તપગચ્છ જૈન સંઘના વિરલ વાડીલાલ શાહ અને દિનેશ શાહે જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang