• શનિવાર, 27 જુલાઈ, 2024

જ્ઞાનાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં આજે આધ્યાત્મિક કોન્ક્લેવનો પાંચમો મણકો

ભુજ, તા. 10 : કચ્છના અગ્રણી અખબાર કચ્છમિત્ર અને જૈન યૂથ ફોરમ દ્વારા આજે જીવન મૂલ્યોના અમૃતમંથન હેઠળ આધ્યાત્મિક કોન્ક્લેવના પાંચમા મણકાનું આયોજન કરાયું છે. કચ્છમિત્રે આરંભેલી મણકાની શ્રેણી અંતર્ગત બી..પી.એસ.ના જ્ઞાનવત્સલ સ્વામી, પ્રસિદ્ધ કથાકાર મોરારિ બાપુ, ધ્યાન યોગના પ્રણેતા શિવકૃપાનંદજી સ્વામી, બ્રહ્માકુમારી સંસ્થાનના શિવાની દીદી બાદ ગીતા મનીષી સ્વામી અને આંતરરાષ્ટ્રીય વક્તા સ્વામી જ્ઞાનાનંદજી મહારાજ પોતાનું માર્ગદર્શક વક્તવ્ય આપશે. કતિરા પાર્ટી પ્લોટ ખાતે સવારે 9.30 કલાકે આયોજિત કાર્યક્રમમાં જ્ઞાનાનંદજી મહારાજ વિવિધ વિષય પર યુવાનો, મહિલાઓ સહિતને આવરી લઇ મોટીવેશનલ માર્ગદર્શન પૂરું પાડશે. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ઇજન અપાયું છે. એન્કર કંપની ઉપરાંત કથાના યજમાન સ્વ. નારાણજી નથુભાઇ ચંદે પરિવારનો સહયોગ મળ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang