• બુધવાર, 08 મે, 2024

વિવાદથી `ડબ્બો' અટવાયો : પરિવહનકારોની નિકાલની તાકીદ

ભુજ, તા. 26 : અંદાજિત 10 હજારથી વધુ સભ્ય ધરાવતા સંગઠન કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની ગઇકાલની તોફાની સામાન્ય સભા બાદ ચિઠ્ઠીની આવક બંધ થવા સાથે ડ્રો પદ્ધતિ (ડબ્બો) અટવાઇ પડી છે. વચ્ચે બે એસોસિએશન ચાલે નહીં તેવા સ્પષ્ટ અભિપ્રાય સાથે કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા બન્ને જુથને આગામી ત્રણ દિવસમાં વિવાદના નિકાલનું આખરીનામું અપાયું છે. ગઇકાલના ધમાલીયા ઘટનાક્રમ બાદ ડ્રો પદ્ધતિના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. લિગ્નાઇટના વપરાશકારો જેમના મારફતે પોતાની જરૂરત મુજબનો માલ મગાવે છે તેવા ઓપરેટર્સ સંગઠન દ્વારા એવું જણાવાયું છે કે ભૂતકાળમાં અલગઅલગ ડ્રો પદ્ધતિ થઇ ચૂકી છે. જેના ટ્રાન્સપોર્ટરોને કડવા અનુભવ થયેલા છે. ગઇકાલના વિવાદ બાદ બન્ને જુથે અલગઅલગ ચિઠ્ઠીની માગણી કરી છે, પણ પરિવહનકાર સંગઠને બન્ને જુથ સાથે અલગઅલગ બેઠક કરી તેમને સ્પષ્ટ જણાવી દીધું છે કે બે એસો. ચાલી શકે નહીં. સામાન્ય ટ્રકવાળાનું હિત જોઇ બન્ને પક્ષ અહમ છોડી ઉકેલ લાવે તેમાં સૌની ભલાઇ છે. - 30-4 સુધીની મહેતલ : પરિવહનકાર સંગઠનના પ્રમુખ સતિષભાઇ મિરાણી અને મંત્રી ધર્મેન્દ્રાસિંહ ઝાલાએ એક લેખિત યાદીમાં વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે હાલમાં છેલ્લા ત્રણ દિવસના લિગ્નાઇટના કવોટા મુજબ જથ્થો ઉપાડવાનો બાકી છે. બન્ને જુથ ત્રણ દિવસનો માલ ઉપાડવા માટે સહમત થયા છે. દરમ્યાન બન્ને પક્ષને તા. 30/4 સુધીની નિકાલ માટેની મહેતલ અપાઇ છે. પછી ટ્રાન્સપોર્ટરો તેમની બેઠક બોલાવી આગળનો નિર્ણય લેશે. બન્ને જુથ એક નહીં થાય તો ડ્રો પદ્ધતિને નુકસાન થશે તેવું પણ જણાવી દેવાયું છે. દરમ્યાન વિવાદના પગલે આજે ડ્રો પદ્ધતિના સ્થળે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચહલપહલ પ્રમાણમાં સુની ભાસી રહી હતી. અલબત સિમેન્ટ, નમક અને અન્ય માલના પરિવહનનું કામકાજ રાબેતા મુજબનું રહયું હતું. - રતનાલમાં અભિવાદન : બીજીબાજુ અમારા રતનાલ સ્થિત પ્રતિનિધિના અહેવાલ મુજબ ગઇકાલની સામાન્ય સભા બાદ બિનહરીફ પ્રમુખ પદે વરાયેલા ડો. નવઘણ આહિરનો અભિવાદન સમારોહ ગુરૂકૃપા ફાર્મ ખાતે યોજાયો હતો. જેમાં પૂર્વ રાજયમંત્રી વાસણભાઇ આહિર, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જીવાભાઇ આહિર, અગ્રણીઓ મહેન્દ્રસિંહ જાડેજા, વાઘજી માતા, અરજણભાઇ ડાંગર, હરિભાઇ કેરાસીયા, રમેશભાઇ આહિર, એન.ટી. આહિર, જીવા હિરા, ત્રિકમભાઇ - પરિવહનકારોની નિકાલની તાકીદ  : આહિર, કાનજીભાઇ આહિર, રણછોડ આહિર, ભરત આહિર, ભચુભાઇ, ભગુભાઇ વરચંદ, માદેવા આહિર, સામજી આહિર સહિતના જોડાયા હતા. સંચાલન રણછોડ આહિરે, વ્યવસ્થા નંદલાલ આહિરે સંભાળી હતી. - . કચ્છ ટ્રક ઓનર્સ એસો.  : જયારે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસો. દ્વારા જારી કરાયેલી યાદીમાં એવું જણાવાયું હતું કે ભુજ ખાતે મળેલી સામાન્ય સભામાં નવા જિલ્લા અધ્યક્ષ તરીકે મુળ મોટી વિરાણીના બ્રિજરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરાઇ છે. તેઓ સંગઠનના માજી જિલ્લા અધ્યક્ષ પ્રહલાદસિંહ જાડેજાના પુત્ર છે. વરણીને ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ ઉપરાંત પશ્ચિમ કચ્છ સંગઠન પ્રમુખ અર્જુનાસિંહ જાડેજા, અગ્રણીઓ ખેંગારભાઇ રબારી, હારૂનભાઇ મુસા લુહાર, રાજેશ મુલજી ઠકકર, વેલુભા ગોહિલ, કરશનજી સોઢા, લખમીર રબારી, ભાવેશભાઇ ગોસ્વામી, મહેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા (ગુનેરી), વિરલસિંહ જાડેજા, સતાર નોતિયાર, હસમુખ રૂડાણી, શંકરભાઇ ભીમાણી, જેન્તીભાઇ આઇયા, ચેતન આઇયા, રણજીતસિંહ સોઢા, ભાવેશ આઇયા સહિતનાએ આવકારી હોવાનું યાદીમાં જણાવાયું હતું. બ્રિજરાજસિંહે વ્યવસાયના વિકાસમાં નિષ્ઠાપૂર્વક સેવાનો કોલ આપ્યો હતો, તો અર્જુનસિંહે ધંધા અને ટ્રકમાલિકોના વિકાસ માટે આયોજનબદ્ધ કામગીરીમાં કોઇ કચાશ નહીં રખાય તેમ કહયું હતું, તેવું યાદીમાં ઉમેરાયું હતું. - ધારાસભ્યની પ્રતિક્રિયા : વચ્ચે પશ્ચિમ કચ્છ સંગઠનના મોભી અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રૂબરૂમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ દ્વારા સભ્યોની રજુઆતો બાબતે પ્રતિસાદ અપાતા અને સાત વર્ષમાં મીટીંગ બોલાવાઇ નથી. સ્થિતિમાં નિયમિત બેઠક યોજે અને સૌને સાંભળે અને સૌને સાથે રાખીને ચાલવા સાથે સૌનું ભલું કરે તેવા પ્રમુખની માગણી છે, તો ગઇકાલની સામાન્ય સભામાં પ્રમુખ તરીકે ડો. નવઘણની એકતરફી જાહેરાત કરાતા તેના કારણે વિરોધ સર્જાયો હતો. - કલેક્ટરને રજૂઆત : દરમ્યાન તેમણે ઉમેર્યું હતું કે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિવાદના નિરાકરણ સુધી તેમના સહકારની માગણી મુકાઇ હતી. વધુ ઘર્ષણ થાય તે માટે ઉકેલ પછી સંગઠન આગળની કાર્યવાહી કરે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ રજુઆત કરાઇ હતી, તો વિવાદના ઉકેલ માટે સાંસદ, તમામ ધારાસભ્યો તથા સામાજીક અને રાજકીય આગેવાનો પણ પ્રયત્નો કરે તે માટે તેમને વાકેફ કરાયા છે. સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, અનિરુદ્ધભાઇ દવે અને માલતીબેન મહેશ્વરી ઉપરાંત વિધાનસભાના માજી અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય તથા સામાજિક - રાજકીય આગેવાનોએ બ્રિજરાજસિંહની વરણીને સમર્થન આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang