• ગુરુવાર, 09 મે, 2024

ધૂળ ખાતો રાપરનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

ઘનશ્યામ મજીઠિયા દ્વારા : રાપર, તા. 15 : રાપરમાં કરોડોના ખર્ચે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિર્મિત ગટરનાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) તંત્રની ઘોર બેદરકારીને કારણે એક વર્ષથી તૈયાર હોવા છતાં શરૂ કરવામાં આવતાં કરોડોની મશીનરી ધુળ ખાઈ રહી છે. માત્ર લાખોની કીમતની મશીનરી નાખવામા મુદે કામ અટકયું  હોવાથી  પાલિકા હસ્તગત કરતી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. સિંચાઈનાં પાણી માટે સદાય તરસ્યા એવાં વાગડનાં રાપરની ભાગોળે આવેલો પ્રોજેક્ટ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. કચ્છમિત્રએ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લેતાં પ્લાન્ટની મશીનરી ચાલુ હોવાથી ધુળ ખાતી જોવા મળી હતી. વિશાળ પાઈપો પાથરીને તેના દ્વારા ગટરનાં દૂષિત પાણીને શુદ્ધ કરી સિંચાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે તો વિસ્તારના ખેડૂતો માટે પાણીનો એક નવો સ્ત્રોત ઉભો થઇ શકે તેમ છે. પ્લાન્ટ અંગે તેની ઠેકેદાર કંપની માંગુકીયા બ્રધર્સના ભૌતિક પટેલનો સંપર્ક કરતાં તેમણે ગત વર્ષના એપ્રિલ મહિનામાં પ્લાન્ટ તૈયાર કરી પાણી પુરવઠા બોર્ડને હેન્ડઓવર કરી દીધો હોવાનું તેમણે જણાવ્યું હતું તો પાણી પુરવઠા બોર્ડના ઈજનેર જે.કે. કપાસીયાએ નગરપાલિકા પમ્પિંગ સ્ટેશન સુધી પાણી નથી પહોંચાડતી અને એટલે પ્લાન્ટ કાર્યરત નથી થઈ શકતો એમ જણાવી નગરપાલિકાને ખો આપી હતી. પ્લાન્ટ કાર્યરત કરવા માટે માત્ર પાંચ દશ લાખની પમ્પિંગ મશીનરી નથી અને માટે આખો મસમોટો પ્રોજેક્ટ નકામો પડ્યો છે. અંગે નગરપાલિકાના પુર્વ પ્રમુખ હઠુભા સોઢા અને પુર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાને રૂબરૂ મળી પ્લાન્ટ જલ્દીથી કાર્યરત કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. હાથી આખેઆખો હાલ્યો જાય અને પૂંછડે આવીને અટકે તેમ પંદર કરોડનો પ્લાન્ટ માત્ર પાંચ દશ લાખની પમ્પિંગ મશીનરી માટે શરૂ થાય તે કેવી કરુણતા કહેવાય! જો કે પાણી પુરવઠા બોર્ડના અધિકારી શ્રી કપાસીયાએ નગરપાલિકા સાથે સંકલન કરી જલ્દીથી પ્લાન્ટ કાર્યરત કરવાની હૈયાધારણા આપી હતી. નર્મદા કેનાલ બંધ થાય તો પણ જો યોજના ચાલુ થાય તો સ્થાનિકના ખેડૂતોને પાણીનો વિકલ્પ મળી રહે અને એટલે પ્લાન્ટ જલ્દીથી શરૂ થાય તેમ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે  જો પ્લાન્ટ ચાલુ કરવા માટે હજુ પણ જો ધ્યાન નહીં દેવામાં આવે  તો 15 કરોડનો ખર્ચ નિષ્ફળ જવાની ભીતી વ્યકત થઈ રહી છે. જો પ્લાન્ટ કાર્યરત થઈ જાય તો પ્રતિદિન પાંચ એમ.એલ.ડી શુધ્ધીકરણ કરેલું પાણી ખેતી માટે ફાળવી શકાય અને તેના કારણે નગરપાલિકાની તળિયાઝાટક સ્થિતિને મજબુત બનાવી શકાય તેમ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang