• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ભાજપ જેન-ઝી નજીક જશે : ખાસ ટીમની કરાઈ રચના

નવી દિલ્હી, તા.22 : નીટ પેપર લીક મામલે યુવાઓના આંદોલન બાદ ભાજપ હવે જેન-ઝી એટલે કે યુવા મતદાતાઓના વિચાર, જરૂરતો અને તેમની સમસ્યાઓને સમજવા માટે સીધા તેમની સાથે સંવાદ કરશે. પક્ષે આ માટે એક વિશેષ ટીમ બનાવી છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, રાષ્ટ્રીય મહામંત્રી સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, છત્તીસગઢના મંત્રી ઓ.પી. ચૌધરી સહિત અનેક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં આજે નીતિન નબીનની અધ્યક્ષતામાં પક્ષની નવી 65 સભ્યની રાષ્ટ્રીય ટીમની પહેલી બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ રચવામાં આવેલી ટીમ જેન-ઝી વચ્ચે જઈને `યુવા સંવાદ' કાર્યક્રમ ચલાવશે. 14થી પચ્ચીસ વર્ષના યુવાઓને પક્ષ સાથે જોડવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવશે.

Panchang

dd