• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

રાજસ્થાનની ઠગાઈમાં નાસતો આરોપી ભુજથી ઝડપાયો

ભુજ, તા. 23 : રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ઠગાઈ અંગે નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં 1 કિ.ગ્રા. સોનાની છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા આરોપી અજીમ ઉર્ફે દાદાડો કારા બાફણ (રહે. નિંગાળ, તા. અંજાર)ને ભુજના મોટાપીર ચોકડી ખાતેથી ઝડપી પાડયો હતો. પોલીસે તેને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે બાડમેર પોલીસને સોંપ્યો હતો.

Panchang

dd