નવી દિલ્હી તા.23 : ભારત તરફથી એક ટેસ્ટ, બે વન ડે અને એક ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમનાર 38 વર્ષીય લેગ સ્પિનર કરણ શર્માએ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી
નિવૃત્તિ લીધી છે. રેલવે ટીમ તરફથી 2007-08 ઘરેલુ સિઝનમાં કરણ શર્માએ પદાર્પણ કર્યું હતું. આઇપીએલમાં તેણે
અલગ અલગ ટીમ તરફથી રમીને સતત ત્રણ આઇપીએલ ખિતાબ જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
કર્ણ શર્માએ 2016માં એસઆરએચ, 2017માં એમઆઇ
અને 2018માં સીએસકે ટીમ તરફથી રમીને
આઇપીએલ ખિતાબ જીતીને અનોખી હેટ્રિક બનાવી હતી. તેણે 97 પ્રથમ શ્રેણી મેચમાં 270 વિકેટ લીધી છે અને 2866 રન બનાવ્યા છે. 123 લિસ્ટ એ મેચમાં તેના નામે 1પ3 વિકેટ છે. 191 ટી-20 મેચમાં 168 વિકેટ છે.