ભુજ, તા. 23 : થોડા દિવસ પૂર્વે વાવડી પાસેથી
દેશી બંદૂક સાથે નાના વરનોરાના આરોપી જાકીર કાસમ મમણને એલસીબીએ ઝડપી લીધો હતો. બાઇકની
પાછળ બેઠેલો પૈયાનો રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ નાસી છૂટયો હતો. આ નાસતા આરોપી રમજુ
ઉર્ફે ભાભોને એલસીબીએ પરવાના વિનાની દેશી બંદૂકક
સાથે ઝડપી પાડયો છે. એલસીબીને બાતમી મળી હતી
કે, પૈયા ગામનો નાસતો ફરતો આરોપી રમજુ ઉર્ફે ભાભો
કાસમ ચૌહાણ હાલે લાખોંદથી કાળીતલાવડી તરફ જતા રસ્તે ચંદ્રુઆ ધામના ગેટ પાસે હાજર છે.
બાતમીના આધારે તેને ઝડપી વાવડીવાળા ગુના બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ કરતાં તેણે
ગુનો કબૂલી લીધો હતો અને તેની હજી એક દેશી બંદૂક છે જે તેણે વાવડી સીમમાં સંતાડી છે
જે અંગે તપાસ કરતાં દેશી બંદૂક મળી આવી હતી, જે બંદૂકનો પરવાનો
તેની પાસે ન હતો. આ તેની વિરુદ્ધ વધુ એક આર્મ્સ એક્ટનો ગુનો પદ્ધરર પોલીસ મથકે દાખલ
કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, ગત તા. 15/8ના મધ્ય રાતે વાવડી સીમ પાસેથી
જાકીર બંદૂક સાથે ઝડપાયો હતો અને રમજુ નાસી છૂટયો હતો. આ પૂર્વે તા. 14/8ના સાંજે ગંગેશ્વરની સીમના
ડુંગરમાં બંદૂકનો ધડાકો થયાના અવાજથી મોરની ચીસોથી વાતાવરણ ગુંજી ઊઠયું હતો. આ વિસ્તારમાં
શિકારીઓની ચહલપહલથી જીવદયા-પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.