ભુજ, તા. 23 : કચ્છમાં વરસાદ ખૂબ ઓછો પડયો
છે. ખાસ કરીને બન્ની વિસ્તારમાં જ્યાં ચોમાસાની ઋતુમાં ભેંસો માટે પૂરતો ઘાસચરો અને
પાણી ઉપલબ્ધ રહે છે, ત્યાં આ વખતે
પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. વરસાદી પાણીથી ખાબોચિયા અને નાનાં તળાવો ભરાઈ જાય છે. પરંતુ આ વર્ષે ખાબોચિયાં પણ
ભરાયાં નથી. કચ્છના પશુપાલકો માટે આવનારા દિવસોની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઘાસચારો
અને પાણીની અછતને કારણે પશુપાલકો અને પશુધનને આગામી સમય કપરો સાબિત થવાનો છે.