• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કોટડા (જ.)ના ગમખ્વાર પ્રચંડ વિસ્ફોટ અંગેનાં કારણો જાણવા તપાસ શરૂ

નખત્રાણા, તા. 23 : નખત્રાણાના કોટડા (જ.)ના ભંગાર વાડામાં થયેલા પ્રચંડ વિસ્ફોટની તપાસ અર્થે આજે બીડીડીએસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે આવી નમૂના એકત્ર કરી તપાસનો દોર આગળ વધાર્યે હતો. ગઈકાલે સાંજે કોટડા (જ.)ના મફતનગરના ભંગાર વાડામાં છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વેળાએ થયેલા પ્રચંડ ધડાકા થકી બે સગા ભાઈ અને તેના બે સંતાનોનાં કરુણ મોત નીપજ્યાના ગોઝારા બનાવ અંગે આજે ઘટનાસ્થળે રાજકોટથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ તથા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ (બીડીડીએસ)ની ટીમ આવી હતી અને ઘટનાસ્થળેથી જરૂરી નમૂના એકત્ર કર્યા હતા. તપાસ ટીમના અધિકારીઓ, નિષ્ણાતો અદ્યતન ટેકનોલોજીના સાધનો-વાહનો સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ સાથે ડોગ સ્ક્વોડ પણ આવી હતી. આ ટીમની સાથે નખત્રાણાના પીઆઈ અલ્પેશ પટેલ અને તેમનો સ્ટાફ સાથે રહ્યો હતો. ઘટનાસ્થળેથી  વિસ્ફોટ અંગેના જરૂરી નમૂના ટીમે એકત્ર કરી પૃથક્કરણ અર્થે લઈ ગયાનું પીઆઈ શ્રી પટેલે જણાવી ઉમેર્યું હતું કે, તેમના રિપોર્ટ બાદ જાણી શકાશે કે આ વિસ્ફોટ કઈ વસ્તુથી અને ક્યાં કારણે થયું હતું.

Panchang

dd