ભુજ, તા. 23 : મુંદરામાં મકાનમાં તીનપત્તીનો
જુગાર રમતા ચાર જણને મુંદરા પોલીસે ઝડપી પાડી રોકડા રૂા. 45,500 સહિત કુલ રૂા. 53,500નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ
દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મુંદરાની અલકનંદા સોસાયટીમાં
આવેલા નિશાબા મયૂરસિંહ જાડેજાના કબજા-ભોગવટાના મકાનમાં પત્તા વડે જુગાર રમતા લકીરાજસિંહ
લગધીરસિંહ જાડેજા, ભીખુભા રાશુભા જાડેજા, ધીરેન નેમજી વોરા અને પ્રદીપસિંહ જયવંતસિંહ જાડેજાને પોલીસે પકડી પાડી રોકડા
રૂા. 45,500 તથા મોબાઈલ કિં. રૂા. 5,000 મળી કુલ રૂા. 53,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો
અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 3-4 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.