• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

કાઠડામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

કાઠડા (તા. માંડવી) તા. 23 : કાઠડામાં યુવાનોમાં એકતાની ભાવના મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે વાડીવિસ્તારમાં આવેલા ફાર્મ ગ્રાઉન્ડ ખાતે સ્વ. વીરેન્દ્રભાઇ લાખુભાઇ કાનાણીની સ્મૃતિમાં તેમજ સોનલધામ કાઠડા અન્નક્ષેત્ર અને ગૌસેવાના લાભાર્થે બીસીસી ગ્રુપ દ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. કુલ્લ આઠ ટીમોએ ભાગ લીધો હતો. અંતિમ મુકાબલો સદગુરુ/ઓએસીસ અને સીતારામ/યોગી ટીમ વચ્ચે રમાયો હતો. ઓએસીસે 81 રન કર્યા હતા. જેના જવાબમાં સીતારામ/યોગી ટીમ 56 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેન ઓફ ધ મેચ રમેશ મંધુડા, મેન ઓફ ધ સિરીઝ આશિષ લાખાણી, બેસ્ટ બેટ્સમેન રાઘવ કારિયા, બેસ્ટ બોલર ધર્મેશ શાખરા અને બેસ્ટ ફિલ્ડર રમેશ મંધુડા થયા હતા. ચારણ સમાજના પૂર્વ પ્રમુખ વિજય ગઢવીએ જણાવ્યું હતું કે, વીરેન્દ્રભાઇ સમગ્ર ચારણ સમાજના દાતા અને સેવાભાવી વ્યક્તિ હતા. શિરવાના સરપંચ પરેશભાઇ ભાનુશાલી, કાંતિભાઇ ભાનુશાલી, મેરાઉના રતનસિંહ બાપા, ભાનુશાલી અને મુસ્લિમ સમાજના આગેવાનો, ધારાશાત્રી મીત ગઢવી, ચારણ સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ ગઢવી, કાઠડાના અગ્રણી રાજદે પાસ્તા, ખેંગાર ગઢવી, સંગીતકાર પૂજાભાઇ ગઢવી, તાલુકા પંચાયત સદસ્ય વિરમ ગઢવી, પૂર્વ સદસ્ય દેવાંગ ગઢવી, પૂર્વ સરપંચ ભારુભાઇ ગઢવી, નાગાજણ ગઢવી, જીવણ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. બીસીસી ગ્રુપ દ્વારા સોનલધામ કાઠડા અન્નક્ષેત્ર અને ગૌસેવાના લાભાર્થે રૂા. 51,000ના દાનની જાહેરાત કરાઇ હતી. વ્યવસ્થા ગામના યુવાનો દ્વારા સંભાળવામાં આવી હતી. સંચાલન દેવાંગ શાખરાએ કર્યું હતું. વીરેન્દ્રભાઇના પુત્રો પ્રકાશ ગઢવી, દ્રુપદ ગઢવી, પ્રદીપ ગઢવી, ભાલેશ ગઢવીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd