• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ગિલ 3000 ટેસ્ટ રન પૂરા કરનારો ભારતનો ચોથો સૌથી યુવા ખેલાડી

કોલંબો, તા. 23 : ભારતીય કપ્તાન શુભમન ગિલે 3000 ટેસ્ટ રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. ગિલ આજે બીજી ટેસ્ટમાં શ્રીલંકા વિરૂધ્ધ ક્રિઝ પર ઉતર્યો ત્યારે તેને 3000 રનના આંકડે પહોંચવા માટે ફકત 7 રનની જરૂર હતી. તે 3000 રન પૂરા કરનારો 28મો ખેલાડી બન્યો છે. ગિલે 43 ટેસ્ટની 77મી ઈનિંગ્સમાં 3000 રન પૂરા કર્યાં છે. આ દરમિયાન તેણે 11 સદી અને 8 9 અર્ધસદી કરી છે. તે આજે પ0 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી ઓછી વયે 3000 રન પૂરા કરનારો શુભમન ગિલ ચોથા નંબરનો બેટધર બન્યો છે. આ સૂચિમાં તેનાથી આગળ સચિન તેંડુલકર (23 વર્ષ 228 દિવસ), વિરેન્દ્ર સેહવાગ (26 વર્ષ 17 દિવસ), દિલીપ વેંગસરકર (26 વર્ષ 263 દિવસ છે.) શુભમન ગિલે આ ઉપલબ્ધિ 26 વર્ષ અને 349 દિવસે હાંસલ કરી છે. તે કપિલ દેવ (26 વર્ષ 36 દિવસ)થી આગળ થયો છે.

Panchang

dd